Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર-જિલ્લામાં વીજ ચેકીંગ

ગઈકાલે શંકરટેકરી, દરેડ, ખંભાળિયામાંથી પકડાઈ ૬૦ લાખની વીજચોરીઃ

જામનગર તા. ૨૬: જામનગરની સ્થાનિક પીજીવીસીએલ દ્વારા ગઈકાલથી શરૂ કરવામાં આવેલી વીજ ચેકીંગ કાર્યવાહીમાં જામનગરના શંકરટેકરી, દરેડ તેમજ ખંભાળિયા પંથકમાંથી રૂ. ૬૦ લાખ ૫૫ હજારની વીજચોરી પકડાઈ ગઈ હતી. આજે સવારથી પણ જામનગર શહેરમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા જામનગર શહેર તથા જિલ્લામાં ફરીથી વીજ ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેર તથા ખંભાળિયા તાલુકા અને સલાયા પંથકમાં વીજચોરી પકડવા ચેકીંગ કરાયું હતું.

તે ઉપરાંત જામનગર શહેરના શંકરટેકરી તેમજ દરેડ વિસ્તારમાં પણ વીજચોરી ઝડપી લેવા કુલ ૪૨ ચેકીંગ ટૂકડીઓ દોડી ગઈ હતી. બંને સ્થળોએ કુલ ૪૧૭ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી ૪૭ જોડાણમાં વીજચોરી મળી આવતા રૂ. ૬૦ લાખ ૫૫ હજારના પુરવણી બીલ ફટકારવામાં આવ્યા છે. આ ટૂકડીઓની સાથે બંદોબસ્તમાં એસઆરપીના ૧૬ જવાન રાખવામાં આવ્યા હતા.

આજ સવારથી પણ સ્થાનિક વીજ અધિકારીઓના વડપણ હેઠળની ૩૧ ટૂકડીઓ જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તાર સામેની નિલકમલ સોસાયટી, શાક માર્કેટ તેમજ દરબારગઢ સુધીના વિસ્તારોમાં ચેકીંગ માટે ધસી આવી છે. તેમની સાથે સ્થાનિક પોલીસના જવાનોને બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh