Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરમાં બે, ખંભાળિયામાં દોઢ, જોડિયામાં પોણો ઈંચ વરસાદઃ દ્વારકા જિલ્લામાં વાવણી શરૂ

જામનગરમાં મોડી રાત્રે ૯ મી.મી. વરસાદ

જામનગર તા. ર૬: હાલારમાં સતત વરસાદી માહોલ વચ્ચે ગઈકાલે જામજોધપુરમાં બે ઈંચ તથા ખંભાળિયામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. એ સિવાય અમુક ગામડામાં સારો વરસાદ થયો હતો, જ્યારે અન્ય તાલુકા કક્ષાએ ખાસ વરસાદ નોંધાયો નથી. ગત્ રાત્રે જોડિયામાં પોણો અને જામનગરમાં ૯ મી.મી. વરસાદ નોંધાયો છે.

ગઈકાલે દિવસભર વરસાદી માહોલ જળવાયો હતો. દિવસભર ઉકળાટ અને બફારા વચ્ચે રાત્રે ભારે પવન ફૂંકાયા પછી જામનગરમાં વરસાદી છાંટા પડ્યા હતાં, જ્યારે મોડી રાત્રે ૯ મી.મી. વરસાદ થયો હતો. આ ઉપરાંત જોડિયામાં ૧૭ મી.મી. વરસાદ વરસ્યો હતો, જ્યારે સૌથી વધુ ગત્ રાત્રે ૮ થી ૧૦ ના બે કલાકના સમયગાળામાં પપ મી.મી. એટલે કે બે ઈંચ વરસાદ થતા જામજોધપુર પંથકમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.

આ ઉપરાંત અમુક ગામડામાં પણ વરસાદ થયો હતો. જેમાં વસઈમાં ર૦ મી.મી., મોટી ભલસાણમાં ૧૦ મી.મી., સમાણામાં ર૧ મી.મી., શેઠ વડાળામાં રપ મી.મી., જામવાડીમાં ૧૭ મી.મી., વાંસજાળિયામાં ૧૦ મી.મી., ધ્રાફામાં ૧૦ મી.મી. પડાણામાં પ૦ મી.મી. અને હરિપરમાં ૯ મી.મી. વરસાદ થયો હતો.

જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ખંભાળિયા તાલુકામાં કુલ ૩પ મી.મી. વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોએ વાવણી કાર્ય શરૂ કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh