Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય તથા લોકસભાના સભ્ય તરીકે વર્ષ ર૦૦૩ થી ચૂંટાતા આવ્યા છેઃ
નવી દિલ્હી તા. ર૬: લોકસભા સ્પીકર પદ માટે ધ્વનિમતથી ઓમ બીરલા ચૂંટાયા છે. બીજેપીના નેતૃત્વ ધરાવતા એનડીએ ઉમેદવાર ઓમ બીરલાએ વિપક્ષના કે. સુરેશને ચૂંટણીમાં હરાવ્યા છે. સ્પીકર પદે ચૂંટાયા પછી પીએમ મોદી સહિત રાહુલ ગાંધીએ તેમને શુભકામના પાઠવી હતી.
ઓમ બીરલા સતત બીજી વખત લોકસભાના સ્પીકર બનનારા પાંચમા નેતા છે. અગાઉ ૧૯પ૬ થી ૧૯૬ર સુધી એમએ આયંગર, ૧૯૬૯ થી ૧૯૭પ સુધી જીએસ ધિલ્લોન, ૧૯૮૦ થી ૧૯૮૯ સુધી બલરામ જાખર, ૧૯૯૮ થી ર૦૦ર સુધી જીએમસી બાલયોગી લોકસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે, જેમણે સતત બે વખત લોકસભાની અધ્યક્ષતા કરી છે. નીલમ સંજીવ રેડ્ડી એવા સાંસદ રહી ચૂક્યા છે જેઓ બે વખત લોકસભાના અધ્યક્ષ રહ્યા, પરંતુ સતત નહીં. તેઓ ૧૯૬૭ થી ૧૯૬૯ અને ફરીથી માર્ચ ૧૯૭૭ થી જુલાઈ ૧૯૭૭ સુધી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતાં.
ઓમ બીરલા ર૦૦૩ થી સતત દરેક વખત ચૂંટણી જીતતા આવ્યા છે. તેઓ વર્ષ ર૦૦૩ માં કોટાથી પ્રથમ વિધાનસભા ચૂંટણી લડ્યા અને જીત્યા હતાં. જે પછી તેઓ ર૦૦૮ માં કોટા દક્ષિણ બેઠક પરથી કોંગ્રેસના શાંતિ ધારીવાલને હરાવીને વિધાનસભા ચૂંટણી જીતી હતી. તેઓ ર૦૧૩ માં કોટા દક્ષિણથી ત્રીજી વિધાનસભા ચૂંટણી પણ જીત્યા હતાં.
ર૦૧૪ માં લોકસભાની ચૂંટણી લડ્યા
ર૦૧૪ ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ઓમ બીરલા કોટા સંસદીય સીટ પરથી ઉમેદવાર ઉતાર્યા હતાં. ચૂંટણી જીત્યા પછી તેમણે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ર૦૧૯ માં બિરલા ફરીથી સાંસદ તરીકે ચૂંટાયા અને આ વખતે ભાજપે તેમને સ્પીકર બનાવીને બધાને ચોંકાવી દીધા, જો કે તેમની પાસે સંસદીય કાર્યનો લાંબો અનુભવ ન હતો, પરંતુ તેમણે જે રીતે લોકસભા ચલાવી તેના બધાએ વખાણ કર્યા હતાં. તેઓ એક ઠરેલા અનુભવી રાજનેતા છે.
આ વખતની લોકસભાની ચૂંટણીમાં ઓમ બીરલા કોટા બેઠક પરથી ચૂંટાઈને લોકસભામાં પહોંચ્યા છે. તેમણે ચૂંટણીમાં કોંગ્રેસના પ્રહ્લાદ ગુંજાલને હરાવ્યા છે. અગાઉ તેઓ ર૦૦૩ થી ર૦૧૪ સુધી કોટા ઉત્તર વિધાનસભાથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં.
મંત્રીમંડળનો પરિચય
ઓમ બીરલા અધ્યક્ષપદે ચૂંટાયા પછી સંસદમાં શાસક અને વિપક્ષના નેતાઓના પ્રાસંગિક પરિચય પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રી મંડળના સભ્યોનો ગૃહને પરિચય કરાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial