Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેન્ડીંગ કેસોમાં એક જ દિવસમાં ૧૮.૪૪% નો ઘટાડો
ખંભાળીયા તા. ર૬: દ્વારકા જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં ૩૩૯૦ કેસનો સમાધાનકારી નિકાલ સાથે છેલ્લા દસ વર્ષનું બીજું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે.
તાજેતરમાં જાહેર રજાના દિવસે દ્વારકા જિલ્લાની તમામ અદાલતોમાં ર૦ર૪ ની દ્વિતીય રાષ્ટ્રીય લોક અદાલત તથા સ્પેશ્યલ મેજીસ્ટ્રેરીયલ સીટીંગનું આયોજન દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રમુખ અને મુખ્ય જિલ્લા ન્યાયધીશ એસ.વી. વ્યાસના વડપણમાં સફળ આયોજન કરવામાં અવ્યું હતું જે છેલ્લા દશ વર્ષમાં બીજું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે.
સમાધાન લાયક સીવિલ અને ફોજદારી કેસો લગ્ન વિષયક તકરારો, દીવાની કેસ, કામદાર વળતર કેસ, બેંક રીકવરી, ગ્રાહક સેવા વિ.ના કુલ ર૭ર૬ કેસોમાંથી ૧૬૧૦ કેસોમાં સમાધાનથી નિકાલ આવ્યો હતો. પ્રિલીટીગેશનના કેસો જેમાં બેંક રીકવરી, ટ્રાફિક ભંગ ચલણના કેસો ર૪૧૧ મુકાયા હતા જેમાં ૧૬૬૪ નો નિકાલ આવ્યો હતો. ઉજાશ અને આશાની કિરણની ખાસ મેટ્રીમોનિયલ ડિસ્પુટ લોક અદાલતમાં કુલ ૧૪પ કેસો મૂકાયા હતા જેમાં ૧૧૬ નો સમાધાનથી નિકાલ આવ્યો હતો.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જુદા જુદા અધિકારીઓ, વકીલો સંસ્થાના હોદ્દેદારો સાથે ઓનલાઈન રૂબરૂ તથા પીરીયોડીકલ મિટિંગો યોજીને આ પરિણામ મેળવ્યું હતું.
સામાન્ય રીતે કોર્ટમાં જનારને સનીદેઓલની ફિલ્મનો ડાયલોગ 'તારીખ પે તારીખ' સાંભળવા મળતો હોય તેના બદલે આ લોક અદાલતમાં માત્ર એક જ દિવસમાં પેન્ડીંગ કેસોમાંથી ૧૮.૪૪ ટકા કેસોનો ઘટાડો થયાનો રેકોર્ડ પણ સર્જાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial