Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લૂંટ ઉપરાંત ૧૮ પવનચક્કીમાં કરેલી ચોરીની કબૂલાતઃ
જામનગર તા. ૨૬: ભાણવડના માનપરમાં પાંચેક મહિના પહેલાં સોનાના વેઢલાની લૂંટ થઈ હતી. તે ગુન્હાની તપાસમાં એલસીબીએ એક આરોપી તથા તેના સાગરિતને પીર લાખાસર ગામમાંથી પકડી પાડ્યા છે. આ શખ્સોએ બે વાહનની ચોરી, પવનચક્કીના અર્થિંગ કેબલની ચોરી કબૂલી છે. આ શખ્સોના કબજામાંથી ત્રણ વાહન, ચોરાઉ કેબલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના માનપર ગામમાં પાંચેક મહિના પહેલાં સોનાના વેઢલાની લૂંટ થઈ હતી તે ગુન્હામાં ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામના નવાઝ જુમાભાઈ દેથા અને તેના સાગરિતો સંડોવાયેલા હતા.
ઉપરોક્ત ગુન્હાની ચાલી રહેલી તપાસ દરમિયાન ગઈકાલે દ્વારકા એલસીબીના સ્ટાફે પીર લાખાસર ગામમાં દરોડો પાડી નવાઝ જુમા દેથા તથા જામનગર તાલુકાના સિક્કાના આમીન બશીર ભાયા નામના બે શખ્સને પકડી લીધા હતા. આ શખ્સોની પૂછપરછ હાથ ધરાતા નવાઝ તથા આમીને અન્ય સાગરિતો સાથે મળી ભાણવડના શેઢાખાઈ ગામની સીમમાં તેમજ જામજોધપુરના લલોઈ ગામની સીમમાં આવેલી પવનચક્કીમાંથી ૧૮ જેટલી પવનચક્કીને નિશાન બનાવી ત્યાંથી અર્થિંગ કોપર વાયરની ચોરી કરવા ઉપરાંત નવાઝે ખંભાળિયા તથા પડાણા પાટિયા પાસેથી બાઈકની ચોરી કર્યાની કબૂલાત કરી છે.
આ શખ્સોના કબજામાંથી કોપર વાયર, ત્રણ બાઈક, ચોરીમાં વાપરેલા બે હથિયાર, બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે. આ બંને શખ્સે ભાણવડમાં નોંધાયેલા બે ગુન્હા, ખંભાળિયામાં એક ગુન્હો, મેઘપરનો એક ગુન્હો તથા શેઠવડાળાનો એક ગુન્હો મળી પાંચ ગુન્હાની કબૂલાત આપી છે. બંને શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial