Advertisement
Author: નોબત સમાચાર

મચ્છરનગર વિસ્તારમાં ભરાતી ગુજરી બજારને પોલીસ બંદોબસ્ત હેઠળ બંધ કરાવાઈ

જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા

જામનગર તા. ર૬: જામનગરના મચ્છરનગર વિસ્તારમાં ભરાતી ગુજરીબજાર મહાનગરપાલિકા દ્વારા આજે બંધ કરાવાઈ હતી. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી અને તમામ પથારાવાળા, રેકંડીવાળાઓને દૂર ખસેડી જગ્યા ખાલી કરાવાઈ, અવારનવાર ચોરી અને ચીલઝડપના બનાવથી આ જગ્યા ખાલી કરાવવા ઊઠવા પામેલ ફરિયાદ પછી આ પગલું ભરવામાં આવ્યું છે.

જામનગરના મચ્છરનગર વિસ્તારમાં ભરાતી ગુજરીબજારના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી તેમજ અનેક વખત ચોરી-ચીલઝડપના બનાવો પણ બન્યા હતાં. આથી સ્થાનિક કોર્પોરેટર અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ ગુજરીબજાર બંધ કરાવવા માટે મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આથી આજે એસ્ટેટ શાખાનો સ્ટાફ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યો હતો અને રેંકડી-પથારાવાળાઓને દૂર ખસેડી ગુજરીબજાર બંધ કરાવી હતી. આથી ધંધાર્થીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh