Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસપીના કાર્યક્રમ પછી ગણતરીની કલાકોમાં તસ્કરોએ મચાવ્યો તરખાટઃ
વાડીનાર તા. ૨૬: જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલા વાડીનાર ગામમાં બે સોસાયટીમાં અંદાજે ૧૫થી ૨૦ જેટલા મકાનોમાં ગઈરાત્રે એક સાથે ખાતર પાડી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. સ્થાનિક પોલીસ મથકના ફોજદાર ત્રણ-ચાર દિવસે પોલીસ મથકે આવે છે અને આ પોલીસ મથક હેઠળ ગણતરીના ગામો હોવા છતાં અને સ્ટાફ પણ મોટો હોવા છતાં તસ્કરોએ બેફામ બની એકસાથે આટલા બધા મકાનોના તાળા તોડતા દોડધામ થઈ પડી છે. ગઈકાલે સાંજે જ જિલ્લા પોલીસવડાનો વાડીનાર પોલીસ મથકમાં કાર્યક્રમ હતો તે પછી ગણતરીની કલાકો વિત્યે ચોરી થતાં ચર્ચા જાગી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના વાડીનારમાં આવેલી ડીપીટી કોલોની તથા આઈઓસી કોલોનીમાં ગઈરાત્રે દોઢ ડઝન જેટલા મકાનના એકસાથે તાળા તૂટતા ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે જ જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા આઈઓસી કોલોનીમાં ડ્રોન અંગેની જાણકારી આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યા પછી આઠેક કલાક વિત્યે તે જ કોલોનીમાં તસ્કરોએ ત્રાટકી જાણે કે પડકાર ફેંક્યો છે.
આઈઓસી કોલોનીમાં એક સાથે આટલા મકાનોમાં ચોરી થયાના અહેવાલો બહાર આવી ગયા છે ત્યારે હાહાકાર મચ્યો છે. ગઈકાલે સાંજે જ ડ્રોન અંગેની જાણકારીઓ પોલીસનો કાર્યક્રમ પૂર્ણ થયો તેના ગણતરીના કલાકોમાં ચોરી થઈ છે. ડીપીટી કોલોનીના દરવાજામાં જ કેમેરા તથા સિક્યુરિટી ગાર્ડ તૈનાત છે ત્યાં ચોરી થઈ છે. આઈઓસી કોલોનીમાં પણ કેમેરાઓ કાર્યરત છે અને એક્સ આર્મીની સિક્યુરિટી છે, વધુમાં જાણવા મળ્યા મુજબ ત્યાં જવા માટે પણ પરમીશન લેવી પડે છે તેવા વિસ્તારમાં ચોરી થઈ ગઈ છે! ત્યાં આવેલા મકાનોમાંથી ઘડિયાળ, રોકડ વગેરે સામાનની ચોરી થઈ છે. વાડીનાર ચેકપોસ્ટથી માંડ ૧૫૦ મીટર દૂર ડીપીટી કોલોની આવેલી છે ત્યાં તસ્કરોએ હિંમતપૂર્વક હાથફેરો કરી પોલીસના અસ્તિત્વને પડકાર્યું છે.
વાડીનાર પોલીસ મથકમાં પીએસઆઈ મકવાણા મુકવામાં આવ્યા પછી વાડીનારમાં ચોરીનો ઉપરોક્ત બનાવ બન્યો છે. પોલીસ સ્ટેશનમાં જીઆરડી અને એસઆરડીનો મોટો સ્ટાફ છે તેમ છતાં ચોરી થઈ છે. આ ફોજદાર ત્રણ-ચાર દિવસે એકાદ વખત પોલીસ મથકે આવી રહ્યા છે. વાડીનાર પોલીસ સ્ટેશન હેઠળ પાંચ ગામનો સમાવેશ છે અને મોટો સ્ટાફ છે તેમ છતાં કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial