Advertisement
Author: નોબત સમાચાર

લોકસભાના સ્પીકર તરીકે ઓમ બીરલા ધ્વનિ મતથી ચૂંટાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેઓને સ્પીકર સીટ સુધી દોરી ગયાઃ પ્રોટેમ સ્પીકરે સોંપ્યો હવાલો

નવી દિલ્હી તા. ર૬: લોકસભાના સ્પીકર પદ માટે સર્વસંમતિ નહીં સધાતા એનડીએના ઉમેદવાર ઓમ બીરલા અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કે. સુરેશ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ધ્વનિ મતથી ઓમ બીરલાને વિજેતા જાહેર કરાયા હતાં. તે પછી પીએમ મોદી અને રાહુલ ગાંધી તેઓને અધ્યક્ષની બેઠક સુધી દોરી ગયા હતાં. શાસક-વિપક્ષના નેતાઓએ તેઓને અભિનંદન આપ્યા પછી સંસદની કાર્યવાહી ચાલી રહી છે.

લોકસભા સ્પીકર ઓમ બીરલા ચૂંટાયા છે. દરખાસ્ત ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઓમ બીરલાને સન્માનપૂર્વક સ્પીકરની બેઠક સુધી દોરી ગયા હતાં, જ્યાં પ્રોટેમ સ્પીકરે તેઓને સન્માનપૂર્વક ગૃહનો હવાલો સોંપ્યો છે.

આજે સદનની કાર્યવાહીના ત્રીજા દિવસે લોકસભાના અધ્યક્ષ પદની ચૂંટણી થઈ હતી. જેમાં વિપક્ષના ઉમેદવાર કે. સુરેશ સામે ધ્વનિ મતથી જીત મેળવી છે ત્યારે આ અંગે પીએમ મોદીએ ઓમ બીરલાને શુભકામના પાઠવી હતી. તેઓએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું કે પાછળના પાંચ વર્ષનો અનુભવ કામ આવશે.

પીએમ મોદીએ કહ્યું કે અમને બધાને વિશ્વાસ છે કે આવનારા પાંચ વર્ષમાં તમે અમારા બધાનું માર્ગદર્શન કરશો. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નમ્ર અને સારી રીતે ચાલનાર વ્યક્તિ સફળ માનવામાં આવે છે. બીજી વખત સ્પીકરનો કાર્યભાર મળતા અમે નવા રેકોર્ડ બનતા જોઈ રહ્યા છીએ. બલરામ જાખડજીને તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને ફરીથી સ્પીકર તરીકેની જવાબદારી મળી. આ પછી તમને જ આ તક મળી છે. તમે જીતીને આવ્યા છો. તમે નવો ઈતિહાસ રચ્યો છે. આપણામાંથી મોટાભાગના સાંસદો તમારાથી પરિચિત છે. એક સાંસદ તરીકે તમે જે રીતે કામ કરો છો તે પણ જાણવા અને શીખવા લાયક છે.

પીએમ મોદીએ કહ્યું કે ઓમ બીરલાએ સુપોષિત મા અભિયાન ચલાવ્યું છે. તેમણે પોતાના મત ક્ષેત્રમાં સુુપોષિત મા અભિયાન પર ભાર આપ્યો છે. આ ઉપરાંત માનવ સેવાના ઉત્તમ કામો ઓમ બરીલાએ કર્યા છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે તમે નિયમિત રીતે ગરીબોને જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડો છો. યુવાનોને રમતમાં પ્રોત્સાહન આપવાનું કામ કરો છો.

તે પહેલા વડાપ્રધાન મોદીએ સ્પીકર પદ માટે ઓમ બીરલાના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે તેનું સમર્થન કર્યું. લલનસિંહ પણ ઓમ બીરલાના નામના પ્રસ્તાવક બન્યા. ડોક્ટર રાજકુમાર સાંગવાને આ પ્રસ્તાવને ટેકો જાહેર કર્યો હતો.

આઈએનડીઆઈએ ગઠબંધન તરફથી કે. સુરેશના નામનો અરવિંદ સાવંત, આનંદ બધોરિયા અને સુપ્રિયા સુલેએ પ્રસ્તાવ મૂક્યો હતો, જેને એનકે પરમચંદ્રન, તારિક અનવર અને કનીમોઝીએ સમર્થન આપ્યું હતું.

રાહુલ ગાંધીએ વિપક્ષ પણ જનતાનો અવાજ હોવાથી તેમને સંસદમાં પૂરતી તકો મળવી જોઈએ, તેમ જણાવી રચનાત્મક સહયોગની વાત કરી હતી. તે પછી અખિલેશ યાદવ સહિતના વિપક્ષના નેતાઓએ પણ ઓમ બીરલાને બીજી વખત લોકસભાનું સ્પીકરપદ સંભાળવા બદલ આવકાર આપ્યો હતો, અને કહ્યું હતું કે વિપક્ષના નેતાઓને વારંવાર ગૃહમાંથી સસ્પેન્ડ કરીને વિપક્ષનો અવાજ દબાવવાની કોશિશ નહીં થાય, તેવી આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે ગૃહ અધ્યક્ષના કહેવા મુજબ ચાલવું જોઈએ નહીં કોઈ અન્યના કહેવાથી!

પદ સંભાળતા જ કર્યો ધમાકો

કટોકટીના મુદ્દે લોકસભામાં ભારે હોબાળોઃ ઓમ બીરલાએ ઈમરજન્સીની કરી ટીકા

નવી દિલ્હી તા. ર૬: દેશમાં કટોકટી લગાવાઈ હતી, તેના પ૦ વર્ષ થયા છે, તેને લઈને દેશમાં ચાલી રહેલી ચર્ચા પછી હવે આ મુદ્દે લોકસભામાં પણ હોબાળો થયો છે. સ્પીકરપદ સંભાળતા જ ઓમ બીરલાએ ઈમરજન્સીની ટીકા કરતા જોરદાર હોબાળો સર્જાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh