Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આંચકી આવ્યા પછી પરપ્રાંતિય શ્રમિકનું મૃત્યુઃ
જામનગર તા. ૨૬: જામનગરના એક વૃદ્ધનું કેન્સરનું ઓપરેશન કરાવ્યા પછી તબીયત લથડતા મૃત્યુ થયું છે. જ્યારે મોટી ખાવડીમાં લપસી પડેલા પ્રૌઢ પર કાળનો પંજો પડ્યો છે. ઉપરાંત ધ્રોલ નજીક જીનીંગ મીલમાં આંચકી આવ્યા પછી પરપ્રાંતિય શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે. ત્રણેય બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા ખોડિયાર મંદિર પાછળ રહેતા સુથાર નટવરલાલ વલ્લભદાસ કલોલીયા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધને મ્હોંમાં કેન્સર થયું હતું. તેનું ઓપરેશન કરાવ્યા પછી ગઈકાલે સવારે આ વૃદ્ધ પોતાના ઘરમાં બેભાન બની ગયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેમનું મૃત્યુ થયાનું પુત્ર રવિ કલોલીયાએ પોલીસને જણાવ્યું છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર મોટી ખાવડી ગામમાં વસવાટ કરતા મૂળ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ભેલાઈપુર ગામના વતની રાજેન્દ્રરામ નગારામ (ઉ.વ.પ૪) નામના પ્રૌઢ ગઈ તા.૧૬ની બપોરે પોતાના રહેણાંકમાં હતા ત્યારે કોઈ રીતે બાથરૂમ નજીક ફસડાઈ પડતા માથામાં ઈજા પામેલી હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. રાજકુમાર હારીકાતામે પોલીસને વાકેફ કરી છે.
ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં આવેલી સ્વસ્તિક જીનીંગ મીલમાં નોકરી કરતા મૂળ મધ્યપ્રદેશના બરવાની જિલ્લાના સેડવા ગામના વતની રમેશભાઈ ખાંડુભાઈ સોલંકી (ઉ.વ.૩૫) નામના યુવાન સોમવારની રાત્રે બેએક વાગ્યે બાથરૂમ ગયા ત્યારે અચાનક આંચકી આવી જતાં પડી ગયા હતા. તેઓને સારવાર માટે પડધરી દવાખાને લઈ જવાયા હતા. જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કરતા તેમના પત્ની કાંતાબાઈ સોલંકીએ પોલીસને જાણ કરી છે. ત્રણેય અપમૃત્યુની પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial