Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અરજદારોને ભારે હાલાકી
જામનગર તા. ર૬: જામનગર જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના ચાર ઝોનમાં રજીસ્ટ્રેશનમાં ધાંધીયા થતાં હોવાથી અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જી સ્વાનની કનેકટીવીટીના અભાવે સમસ્યા સર્જાઈ રહી છે. જામનગરની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નેટવર્કના ધાંધીયાના કારણે છેલ્લા ૧૦ થી ૧ર દિવસથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે. પત્રકારો, વકીલો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી ઝોન ૧ થી ૪ માં દસ્તાવેજોનું રજીસ્ટ્રેશન પાવર ઓફ એર્ટનીની નોંધણી કરાર રજીસ્ટ્રેશન, મોર્ગેજ ડીડ વિલનું રજીસ્ટ્રેશન વગેરે કામગીરી આ કચેરીમાં થાય છે. આ સમગ્ર કામગીરી જી સ્વાન કનેકટીવીટીથી કરવામાં આવે છે પરંતુ ૧૦ થી ૧ર દિવસથી કનેકટીવીટી નહીં મળતા અરજદારો હાલાકી ભોગવી રહ્યા છે. જવાબદાર અધિકારીના જણાવ્યા મુજબ ઉપર કચેરીમાંથી મંજુરી મેળવાઈ છે અને મરામત કામગીરી ચાલુ હોય ટૂંક સમયમાં જ સમસ્યાનું નિરાકરણ આવી જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial