Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અસહ્ય ગરમી-બફારોઃ મહત્તમ ૩૬ ડીગ્રી

તાપમાનમાં ૩ ડીગ્રીનો વધારો

જામનગર તા. ર૬: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૩ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી નોંધાયું હતું. ગઈકાલે પણ અસહ્ય ગરમી અને બફારો યથાવત્ રહેતા જનતાને હાલાકીનો સામનો કરવો પડે છે.

જામનગરમાં બુધવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાકના આંકડા બાજરા સંશોધન કેન્દ્ર પાસેથી પ્રાપ્ત થયા હતાં. જેમાં ૩ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી અને ૩ ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ ટકા ઘટીને ૮૯ ટકા રહ્યું હતું.

મહત્તમ તાપમાનમાં થયેલા વધારા અને ભેજનું પ્રમાણ પણ વધુ રહેતા ગઈકાલે પણ આકરો તાપ અને બફારો યથાવત્ રહ્યો હતો. ગરમી અને બફારાના પગલે પ્રજાજનો પરશેવે રેબઝેબ થઈ ગયા હતાં. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh