Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બચાવ પક્ષના વકીલે કહ્યું કે આ બંધારણની કલમ-ર૧ નું ઉલ્લંઘન છેઃ
નવી દિલ્હી તા. ર૬: દારૂકાંડમાં સીબીઆઈએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હોવાના અહેવાલો પછી તેઓને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરીને સીબીઆઈએ કસ્ટડી માંગી હોવાના અહેવાલો આવી રહ્યા છે.
સીબીઆઈ એ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હોવાના અહેવાલો વચ્ચે સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી આજે સવારે તેને તિહાર જેલમાંથી રાઉઝ એવન્યુ કોર્ટ લઈ ગઈ હતી. કેજરીવાલને વેકેશન બેન્ચના જજ અમિતાભ રાવત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં. સીબીઆઈએ કોર્ટ પાસે તેમની કસ્ટડીની માગણી કરી હતી.
બચાવ પક્ષે કેજરીવાલના વકીલ વિક્રમ ચૌધરી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતાં. તેમણે કહ્યું, કેજરીવાલ અન્ય કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતાં ત્યારે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કોઈ ઓર્ડર પસાર કરવામાં આવ્યો નથી અને અમને જાણ નથી. જે રીતે આ કરવામાં આવ્યું છે તે ગંભીર ચિંતાનો વિષય છે અને તે બંધારણની કલમ ર૧ નું ઉલ્લંઘન છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ વિષે અમને મીડિયા દ્વારા જાણ થઈ. અમારી માગ છે કે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી રિમાન્ડ અરજીની નકલ પણ અમને આપવામાં આવે.
કોર્ટે કહ્યું કે અમે જે સમજીએ છીએ, તે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાથી સીબીઆઈ એ ર૪ મીએ કોર્ટ સમક્ષ પૂછપરછ માટે અરજી દાખલ કરી હતી. ત્યારપછી એજન્સીએ ગઈકાલે પ્રોડક્શન વોરંટની પરવાનગી મેળવવા અને તેની ઔપચારિક ધરપકડ કરવા અરજી કરી હતી. હજુ સુધી તેની ઔપચારિક ધરપકડ કરવામાં આવી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial