Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરેડ જીઆઈડીસીમાં અરેરાટી પ્રસરીઃ મૃતદેહનું પી.એમ. કરાવી પોલીસ દ્વારા સઘન તપાસઃ
જામનગર તા. ૨૬: જામનગર નજીકના દરેડ જીઆઈડીસી ફેસ-૩માં એક કારખાનામાં બનાવી આપવામાં આવેલી ઓરડીમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક પરિવારના નવ વર્ષના બાળકને તેની માતાએ રખડવા બાબતે ઠપકો આપતા આ બાળકે માતાની જ ઓઢણીથી ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. મૃતદેહને પોલીસે પીએમ માટે ખસેડી બનાવની તપાસ આરંભી છે.
જામનગર નજીકના દરેડ પાસેના જીઆઈડીસી ફેસ-૩માં આવેલા પ્લોટ નં.૪૩૮૨માં એક કારખાનામાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના દંતીયા જિલ્લાના થરેટ ગામના વતની પૂજાબેન કોમલભાઈ જાટવ સાથે તેમનો નવ વર્ષનો પુત્ર લક્કી પણ ત્યાં જ વસવાટ કરે છે.
આ મહિલાના પતિ થોડા દિવસોથી કામસર મધ્યપ્રદેશ ગયા છે. તે દરમિયાન નવ વર્ષનો પુત્ર સાયકલ લઈને દિવસભર જીઆઈડીસી ફેસ-૩ માં ફરતો રહેતો હતો. આ બાળક સોમવારે સાયકલ લઈને રહેણાંકના સ્થળેથી નીકળ્યા પછી સાંજ સુધી પરત આવ્યો ન હતો. સાંજે પરત ફરતા વેળાએ માતા પૂજાબેને આખો દિવસ ક્યા રખડતો હતો તેમ પૂછ્યું હતું અને રખડવાનું બંધ કરવા માતાએ ઠપકો આપ્યો હતો.
ત્યારપછી ગઈકાલે સવારે પણ લક્કી સાયકલ લઈને રખડવા ચાલ્યો ગયો હતો ત્યાંથી બપોરે પરત આવતા માતાએ ફરીથી ઠપકો આપી હવે જો મારૃં કહેવું નહીં માને તો તારા પિતા પાસે મધ્યપ્રદેશ મોકલી આપીશ તેમ કહી લક્કીને ઠમઠોર્યાે હતો. માતાના ઠપકાથી નારાજ થઈ લક્કી રહેણાંકમાં ઉપરના ભાગે ચાલ્યો ગયો હતો ત્યાંથી ત્રણ વાગ્યા સુધી આ બાળક જમવા માટે નીચે નહીં ઉતરતા તેને બોલાવવા માટે પૂજાબેન ઉપર ગયા હતા. જ્યાં તેઓએ લક્કીને દુપટ્ટા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈ માતા હતપ્રભ બની ગયા હતા.
તેઓએ પાડેલી ચીસ સાંભળી અન્ય વ્યક્તિઓ દોડી આવ્યા હતા. લટકી રહેલા લક્કીને સારવાર માટે ૧૦૮માં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ આ બાળકને ચકાસ્યા પછી મૃત્યુ પામેલો જાહેર કરતા અરેરાટી પ્રસરી ગઈ છે.
પોતાના એકના એક અને વ્હાલસોયા એવા નવ વર્ષના પુત્રએ આવું પગલું ભરી લેતાં માતાએ હોસ્પિટલમાં કરૂણ આક્રંદ કર્યું હતું. દોડી આવેલા પંચકોશી-બી ડિવિઝનના સ્ટાફે મૃતદેહને પીએમ માટે ખસેડી માતા પૂજાબેનનું નિવેદન નોંધ્યું છે. આ બનાવની મધ્યપ્રદેશમાં રહેતા અન્ય પરિવારજનોને પણ જાણ કરાઈ છે.
આ બનાવ માતાના ઠપકાથી વ્યથિત બનેલા પુત્રએ ગળાફાંસો ખાધાનો જ છે કે કેમ? તે બાબતની પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આજે સવારે મૃતદેહને પી.એમ.માં લઈ જવાયો હતો તેનો પ્રાથમિક રિપોર્ટ આવ્યા પછી વધુ વિગતો જાહેર થઈ શકશે પરંતુ હાલમાં આ બનાવે ફલિત કર્યું છે કે, નવી પેઢી પોતાની સહનશીલતા ગૂમાવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial