Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરિયાદ ખર્ચ પણ ચૂકવી આપવા કરાયો હુકમઃ
જામનગર તા. ૧૯: જામનગરના પોલીસ કર્મચારી બે વર્ષ પહેલાં મોટરમાં કજુરડા ગામથી વાડીનાર જતા હતા ત્યારે માર્ગમાં મોટર રોડ ઉતરી ગઈ હતી. તે અકસ્માતનો ક્લેઈમ ન ચૂકવનાર વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.
જામનગરના પોલીસ અધિકારી રોશનબેન અલીમામદ નોયડા ગઈ તા.ર૩-૯-રરના દિને જીજે-૩-જેસી ૮૪૯૪ નંબરની મોટરમાં ખંભાળિયાના કજુરડા ગામથી વાડીનાર જતા હતા.
આ વેળાએ માર્ગમાં કૂતરૂ આડુ ઉતરતા મોટર રોડ પરથી ઉતરી ગઈ હતી અને તેમાં નુકસાન થયું હતું. અકસ્માત અંગે વીમા કંપનીને જાણ કરાયા પછી વળતર માંગવામાં આવતા વીમા કંપનીએ કલેઈમ રદ્દ કર્યાે હતો. આથી જામનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં આ પોલીસ અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી.
તે ફરિયાદ ચાલી જતાં ફોરમે કારમાં થયેલી નુકસાની રૂ.૫ લાખ છ ટકાના વ્યાજ સાથે ચૂકવવા તથા રૂ.પ હજાર ફરિયાદ ખર્ચ પેટે આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ સોહિલ બેલીમ, હુસેન ખીરા, હર્ષિદ રાબડીયા, સલમાન શેખ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial