Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નોનવેજની રેંકડીએ ચાર શખ્સે તોડફોડ કરીઃ
જામનગર તા. ૧૯: જામનગરના રણજીતસાગર રોડ પર હર્ષદ મીલની ચાલી પાસે મંગળવારે રાત્રે એક યુવાન પર અગાઉની માથાકૂટના કારણે એક શખ્સ તથા તેના ત્રણ સાગરિતે પાઈપથી હુમલો કરી બંને પગ ભાંગી નાખ્યા હતા. જ્યારે નાઘેડી ગામના પાટીયા પાસે નોનવેજની રેંકડીએ સપ્તાહ પહેલાં ચાર શખ્સે ધસી જઈ તોડફોડ કરી રેંકડી ધારકને ધોકાવી નાખ્યો હતો.
જામનગરના બાઈની વાડી વિસ્તારમાં આવેલા આંબેડકર વાસમાં રહેતા રજનીશ હરીશભાઈ ધ્રુવ ઉર્ફે જાંબુ મંગળ વારે રાત્રે હર્ષદ મીલની ચાલી પાસેથી જતા હતા ત્યારે અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી પાઈપ સાથે ત્યાં ધસી આવેલા શબ્બીર બોદુભાઈ ખફી નામના શખ્સે ગાળો ભાંડી મારા ધંધા પર કેમ આવતો નથી તેમ કહી પગમાં પાઈપ ફટકારી રજનીશ ધ્રુવને પછાડ્યો હતો અને શબ્બીર સાથે રહેલા અન્ય ત્રણ અજાણ્યા શખ્સે પાઈપ તથા લાતોથી માર મારી બંને પગ ભાંગી નાખ્યાની રજનીશે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા રઝાનગર સ્થિત શાળા નં.૩ પાસે રહેતા સાહિલ મામદ ચના નામના યુવાન ગઈ તા.૧૧ની રાત્રે નાઘેડી ગામના પાટીયા પાસે આવેલી પોતાની નોનવેજની રેંકડીએ હતા ત્યારે ત્યાં ચઢી આવેલા નાઘેડી ગામના રામ જીવા મોઢવાડીયા ઉર્ફે રામકા, આસિફ કાસમ કાટલીયા, ઈરફાન કાસમ કાટલીયા, મુન્ના પાલાભાઈ માડમ નામના ચાર શખ્સે બોલાચાલી કર્યા પછી રેંકડીમાં તોડફોડ કરી રૂ.રપ હજારનું નુકસાન કરી સાહિલને ઢીકાપાટુથી ધોકાવ્યાની ફરિયાદ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial