Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાહુલ ગાંધીની પ્રતિક્રિયાઃ 'સંસદમાં પ્રવેશવાનો મારો અધિકારઃ મને ધક્કા મારી, ધમકી દઈને ભાજપના સાંસદોએ અટકાવ્યો હતો'
નવી દિલ્હી તા. ૧૯: આજે સંસદમાં ભારે હોબાળા અને ધક્કામૂક્કી થતા એક સાંસદને ઈજા પહોંચતા સારવાર માટે લઈ જવાયા હતાં. તે પછી ભારે હોબાળાના કારણે ગૃહ બપોર સુધી મોકૂફ રખાયું હતું અને તે પછી આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થઈ ગયો હતો.
આજે સવારે સંસદ પરિસરમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. એક તરફ વિપક્ષ દ્વારા બાબા સાહેબના બેનરો લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતાં તો બીજી તરફ બીજેપીના સાંસદ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
બીજેપી સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત કેમ થયા તેના જવાબમાં ભાજપે રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. બીજેપી સાંસદ સારંગીએ નિવેદન આપતા જણાવ્યું કે રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને તે સાંસદ મારા પર પડ્યા જેથી હું પડી ગયો અને ઈજાગ્રસ્ત થયો.
બીજી તરફ રાહુલ ગાંધીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમનું કહેવું છે કે હું સંસદની અંદર જવા માંગતો હતો સંસદમાં જવું એ મારો અધિકાર છે મને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અમને સંસદમાં પ્રવેશતા અકાવવામાં આવ્યા હતાં. ભાજપના સાંસદો ધક્કો મારી રહ્યા હતાં. રાહુલ ગાંધીએ કહ્યું કે આ સંસદનું પ્રવેશદ્વાર છે. ભાજપના સાંસદો મને ધક્કો મારતા હતા અને ધમકીઓ આપતા હતાં. ભાજપના સાંસદોએ પ્રવેશદ્વાર રોકી દીધો હતો.
ડો. આંબેડકર અંગે કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે જણાયું હતું કે, 'આખા દેશના લોકો અમિત શાહ અને ભાજપના આ વલણથી દુઃખી છે. બુધવારે અમે સંસદની અંદર અને બહાર આ મુદ્દો ઊઠાવ્યો હતો. અમે ડો.આંબેકડરની તસ્વીર બતાવી રહ્યા છીએ. તેમણે તે જગ્યાએ (જ્યોર્જ) સોરોસની તસ્વીર મૂકી છે. આ સ્પષ્ટપણે આંબેડકરજીનું ફરીથી અપમાન છે.'
આ અંગે મળતી તાજી માહિતી મુજબ ઓડિશાના બાલાસોરથી ભાજપના સાંસદ પ્રતાપસિંહ સારંગી સંસદમાં પડી ગયા હતાં અને તેમને માથામાં ઈજા થઈ હતી અને તેને સારવાર માટે વ્હીલચેરમાં લઈ જવામાં આવ્યા હતાં. સારંગીએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધક્કામૂક્કીના કારણે તે પડી ગયા હતાં. તેમણે કહ્યું કે રાહુલે કેટલાક સાંસદને ધક્કો માર્યો. તે સાંસદ તેમના પર પડ્યા. જેના કારણે ઈજા થઈ. સારંગીને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એવો આક્ષેપ કરાઈ રહ્યો છે કે ફરૂખાબાદના બીજેપી સાંસદ મુકેશ રાજપૂતને રાહુલે ધક્કો માર્યો હતો અને તે સારંગી પર પડ્યા હતાં. તે પછી ઈજાગ્રસ્ત સારંગીને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે ભાજપના સાંસદોએ રાહુલ અને પ્રિયંકા સાથે ધક્કામૂક્કી કરી. આ દરમિયાન રાજ્યસભા અને લોકસભા બન્ને ગૃહો બપોરે ર વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા છે.
આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈને લોકસભા અને રાજ્યસભામાં પણ હોબાળો થયો હતો, તે પછી બન્ને ગૃહની કાર્યવાહી આજે બપોરે ર વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial