Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે ગોઠવી આપી દર્શન માટે વ્યવસ્થાઃ
ખંભાળિયા તા. ૧૯: ઓખામંડળમાં આવેલા બેટ દ્વારકામાં તાજેતરમાં દર્શનાર્થે મહારાષ્ટ્રથી આવેલા મુકબધીર વ્યક્તિના એક ગ્રુપને સ્થાનિક પોલીસે દર્શન માટે અલાયદી વ્યવસ્થા ગોઠવી આપતા ૭પ વ્યક્તિના આ ગ્રુપે પોલીસનો આભાર વ્યક્ત કર્યાે હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા બેટ દ્વારકામાં તાજેતરમાં દ્વારકાધીશના દર્શન કરવા મહારાષ્ટ્રમાંથી ૭૫ ભાવિકોનું ગ્રુપ આવ્યંુ હતું. આ ભાવિકો હાથના ઈશારાથી વાતો કરતા જોવા મળતા પોલીસે તે લોકો અંગે તપાસ કરાવી હતી.
જેમાં આ તમામ વ્યક્તિ મુકબધીર હોવાનું જણાઈ આવતા બેટ દ્વારકાના પીઆઈ કિરણ પટેલ તથા શી ટીમે આ ભાવિકો માટે દર્શનની વ્યવસ્થા ગોઠવી આપી હતી. આ સંઘે પણ ઈશારાઓથી પોલીસનો આભાર વ્યક્ત કર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial