Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કચ્છ અને દ્વારકા જેવા સરહદી જિલ્લાઓમાં વધુ વિકટ સ્થિતિ
ખંભાળીયા તા. ૧૯: દ્વારકા જિલ્લાની ૬૦૦ શાળાઓમાં ૩૧૩૦ શિક્ષકોમાંથી ૧૪૫૦ શિક્ષકોની ખાલી જગ્યા હોવાથી ગંભીર સ્થિતિ ઊભી થવા પામી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લો છેવાડાનો જિલ્લો હોય, તથા ગુજરાતના લોકો જે અન્ય દૂરના જિલ્લાઓમાં રહે છે, તેવા શિક્ષકો આ જિલ્લો પસંદ કરતા ના હોય, ૧૧૦૦ જેટલી જગ્યાઓ ખાલી છે. ત્યાં ગઈકાલે જિલ્લા ફેરની માંગણી મુજબ શિક્ષકોને તેમના વતનમાં જવાના કેમ્પમાં ૩૪પ શિક્ષકો દૂર જતા જિલ્લાની સરકારી શાળાઓમાં ૬૦૦ શાળામાં ૧૪પ૦ જેટલા શિક્ષકોની ખાલી જગ્યાઓથી ગંભીર સમસ્યા સર્જાઈ છે.
જિલ્લામાં કુલ માંગણી મુજબ પ૮૪ શિક્ષકોની બદલી અન્ય જિલ્લામાં કરવાના હુકમો થયા છે, જેમાંથી ગઈકાલે ૩૪૫ ને છુટા કરાયા હતાં, હવે બે દિવસ પછી વધુ ર૦૦ જેટલા શિક્ષકો પણ છૂટા થશે.
દ્વારકા જિલ્લાના ખંભાળીયા, દ્વારકા, ભાણવડ તથા કલ્યાણપુર તાલુકામાં ૬૦૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે, જેમાં મંજૂર મહેકમ ૩૧૩૦ શિક્ષકોનું છે, જેમાં ૧૧૦૦ જગ્યા તો ખાલી હતી અને પ૮પ શિક્ષકો છૂટા થયાનું ગણીએ તો ૧૬૫૦ ઉપરાંત શિક્ષકો એટલે કે, ડબલથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી ગણીએ તો શાળા દીઠ અઢી શિક્ષક ઓછાની સ્થિતિમાં અનેક શાળામાં મુખ્ય વિષયના શિક્ષકો ના હોય, ક્યાંક સમગ્ર શાળામાં એક બે શિક્ષક જ હોય, તેવી સ્થિતિ થતા ગંભીર સમસ્યા પ્રાથમિક શિક્ષણની થઈ છે.
જો કે, ગુજરાતમાં બે જિલ્લા કચ્છ તથા દ્વારકામાં સૌથી વધુ શિક્ષકોની ખાલી જગ્યા છે. જ્યારે કચ્છ જિલ્લામં રાજકીય નેતાઓએ આવી જગ્યાની ગંભીરતા જોઈને કોર્ટમાંથી શિક્ષકોની ભરતી પછી છુટા કરવાનો હુકમ મેળવવાનું કહેવાય છે. પણ દ્વારકામાં તેમ નહીં થતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial