Advertisement
Author: નોબત સમાચાર

ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન બેઝીક એન્ડ એપ્લાઈડ ફિઝીયોલોજીનું આયોજન

યાત્રાધામ દ્વારકાના આંગણે

દ્વારકા તા. ૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રધામ દ્વારકામાં સોસાયટી ઓફ બેઝીક એન્ડ એપ્લાઈડ ફિઝીયોલોજીના ઉપક્રમે તા. ૨૧ અને ૨૨ ડિસેમ્બર, ૨૦૨૪ના બે દિવસ માટે દ્વારકાની હોટલ લેમન ટ્રી પ્રિમીયમમાં ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ઓન બેઝીક એન્ડ એપ્લાઈડ ફિઝીયોલોજીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સનો ઉદ્દઘાટન સમારોહ તા. ૨૧-૧૨ના સવારે ૧૦ વાગ્યે રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેક, અમદાવાદની સાલ મેડિકલ કોલેજના ડિરેક્ટર નીતિનભાઈ શાહ, ડીન હિમાંશુભાઈ જોશી, સંસ્થાના પ્રમુખ ડો. જયેન્દ્રસિંહ જાડેજા અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સમાં ૪૫ જેટલા સંશોધન પત્ર રજુ થશે. જ્યારે તજજ્ઞ વક્તાઓ ડો. રીકી મીલીસ (યુએસએ), ડો. કુદુર, ડો. નિશાંત સંપત, ડો. ધ્રુવકુમાર જાડેજા તથા ડો. અપૂર્વ પંડ્યાના વિશેષ વકતવ્યો રજુ થશે. સોસાયટીની વિવિધ શાખાઓના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh