Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાન્ઝીસ્ટર ન રાખનાર ચાર સામે કાર્યવાહીઃ
જામનગર તા. ૧૯: જામનગરના બેડીબંદર પર આવેલી એક બોટમાં મંજૂરી કરતા વધુ એક ખલાસી મળી આવતા તે માછીમાર સામે પરમીટની શરતના ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી છે અને સલાયાના ચાર માછીમારની બોટમાંથી હવામાન સંબંધી માહિતી અને કટોકટી કે તેવા કોઈ સંજોગોમાં સરકાર દ્વારા અપાતી સૂચના સાંભળવા માટે ટ્રાન્ઝીસ્ટર ન રખાતા ગુન્હો નોંધાયો છે.
જામનગરના બેડી નજીકના જૂના બંદર પર ગઈકાલે બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં ફૈઝ-એ-આસ્મત અલી નામની અને આઈએનડી જીજે-૧૦-એમએમ ૩૧ નંબરની બોટ આવી હતી.
તે બોટની તલાશી લેવાતા તેમાં રહેલા ખલાસીઓ અને મેળવાયેલી મંજૂરી અંગે ચકાસણી કરાતા મંજૂરી કરતા વધુ એક ખલાસી હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસ કર્મચારી આર.બી. જાડેજાએ ખુદ ફરિયાદી બની બેડીના ઈદ એ મિલાદુનબી ચોકમાં રહેતા ઓસમાનગની મુસાભાઈ ભોકલ સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયામાં બંદર પર ગઈકાલે સલાયા મરીન પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા કરાઈ રહેલા ચેકીંગ દરમિયાન દરિયામાંથી આવેલી આઈએનડી જીજે-૩૭-એમએમ ૩૭૩ નંબરની અને હાજીઅલી નામની બોટ ચકાસાતા તેમાં હવામાન સંબંધી આગાહી કે સરકાર દ્વારા મોકલાતા સંદેશા સાંભળી શકાય તે પ્રકારનો ટ્રાન્ઝીસ્ટર રેડિયો ન મળતા સલાયાના માછીમાર અસલમ જુસબ બારોયા સામે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમની કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે.
સલાયા બંદર પર યા-અલ-ઈમરાન નામની અને જીજે-૩૭-એમએમ ૬૪૩ નંબરની બોટમાંથી પણ ટ્રાન્ઝીસ્ટર ન મળતા ઈરફાન અલીમામદ સંઘાર સામે કાયદાકીય કાર્યવાહી કરાઈ છે.
સલાયાના મારૂતીનગરમાં રહેતો ફારૂક સુલેમાન બારોયા નામનો માછીમાર અલ-બારોઈ નામની અને આઈએનડી જીજે-૩૭-એમએમ ૩૬૪ નંબરની બોટ લઈને બંદર પર આવતા બોટની તલાશી લેવાઈ હતી. તેમાંથી પણ ટ્રાન્ઝીસ્ટર ન મળતા ગુન્હો નોંધાયો છે અને ફિરોઝ અજીઝ ભગાડની જીજે-૩૭-એમએમ-૩૭ નંબરની બોટમાં પણ ટ્રાન્ઝીસ્ટર રેડિયો ન મળતા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial