Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં રાત્રિ ૧૩ કલાક ૧૪ મિનિટ અને દિવસ ૧૦ કલાક ૪૬ મિનિટનો રહેશે
જામનગર તા. ૧૯: આગામી તારીખ ર૧ ડિસેમ્બર ને શનિવારના રાત્રિ દરમિયાન સાયન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને આપણે ત્યાં શિશિર ઋતુનો પ્રારંભ થશે. આ દિવસે સૂર્ય પોતાની દક્ષિણાયન ગતિ પૂર્ણ કરી ઉત્તરાયણ ગતિની શરૂઆત કરશે એટલે હવેથી દિવસ ક્રમશઃ લાંબો થશે અને રાત્રિ ટૂંકી થતી જશે. પૃથ્વી પોતાની ધરી ઉપર ર૩.પ અંશે નમેલી રહીને સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતી હોવાથી આપણે ત્યાં પૃથ્વી ઉપર ઋતુના ફેરફાર અને રાત-દિવસની લંબાઈના ફેરફાર અનુભવીએ છીએ.
ર૧ ડિસેમ્બરના દક્ષિણ ધ્રુવ ઉપર ૬ મહિનાના દિવસ દરમિયાનનો વચ્ચેનો દિવસ હશે, અને ત્યાં સૂર્ય તેની મહત્તમ ઊંચાઈ એટલે ર૩.પ અંશની ઊંચાઈ ઉપર પહોંચશે. ત્યારપછી સૂર્યની ઊંચાઈ ઘટતી જશે. તે જ રીતે ઉત્તરાધ્રુવ ઉપર ૬ મહિનાની રાત્રિ દરમિયાનનો વચ્ચેનો દિવસ હશે.
શનિવારે જામનગરમાં રાત્રિના લંબાઈ ૧૩ કલાક અને ૧૪ મિનિટની રહેશે અને દિવસ ૧૦ કલાક અને ૪૬ મિનિટનો રહેશે. દ્રારકામાં રાત્રિના લંબાઈ ૧૩ કલાક અને ૧૩ મિનિટ રહેશે. ર૧ ડિસેમ્બર પછી સૂર્યોદય ક્રમશઃ મોડો થશે, પરંતુ સૂર્યાસ્ત તેથી વધારે મોડો થશે. આ કારણે સૂર્ય આપણા આકાશમાં વધુ સમય હાજર હશે, અને દિવસ ક્રમશઃ લાંબો થતો જશે. તેમ જામનગરના ખગોળ મંડળના સંયોજક કિરીટભાઈ શાહે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial