Advertisement
Author: નોબત સમાચાર

પવનચક્કી પાસે આવેલા મોટરસાયકલના શોરૂમમાંથી રૂ.૨.૩૭ લાખની રોકડ ચોરાઈ

બે શખ્સની હરકત સીસીટીવી કેમેરામાં કંડારાઈઃ

જામનગર તા. ૧૯: જામનગરના પવનચક્કી વિસ્તારથી આગળ આવેલા બાઈક શોરૂમમાં ગયા શુક્રવારે રાત્રે પાછળનું શટર ઉંચકાવી ઘૂસી ગયેલા બે તસ્કરે અંદર બે કાઉન્ટરમાંથી રૂ.૨,૩૭,૪૪૦ની રોકડ ઉઠાવી લઈ પોબારા ભણી લીધા છે. તસ્કરોની હરકત શોરૂમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે મેનેજરની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તસ્કરોના સગડ દબાવ્યા છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા અવધ ઓટો મોબાઈલ્સ નામના મોટર સાયકલના શો રૂમમાં ગયા શુક્રવારની રાત્રે અઢી વાગ્યાની આજુબાજુના સમયમાં કોઈ બે તસ્કર શો રૂમના પાછળના ભાગનું શટર ઉંચકાવી અંદર ઘૂસી ગયા હતા. આ તસ્કરોએ ત્યાં રાખવામાં આવેલા કાઉન્ટરમાંથી રૂ.૨,૧૮,૩૦૦ રોકડા ઉઠાવ્યા હતા અને તે પછી વર્કશોપમાં ખાંખાખોળા શરૂ કર્યા હતા.

આ તસ્કરોએ વર્કશોપમાં મુકવામાં આવેલા કાઉન્ટરમાંથી રૂ.૧૯૧૪૦ શોધી કાઢયા હતા. આમ કુલ રૂ.૨,૩૭, ૪૪૦ રોકડા ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.

ચોરીની ગઈકાલે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ શોરૂમમાં મેનેજરની ફરજ બજાવતા દીપકભાઈ એ. લખીયરે ફરિયાદ નોંધાવી છે. દોડી ગયેલા પીએસઆઈ એલ.બી. જાડેજાએ તે શોરૂમના સીસીટીવી ફૂટેજ ચકાસતા તેમાં બે શખ્સની શંકાસ્પદ હિલચાલ નજરે ચઢી છે. પોલીસે બીએનએસની કલમ ૩૩૧ (૪), ૩૦૫ (એ), ૫૪ હેઠળ ગુન્હો નોંધી સીસીટીવી ફૂટેજમાં દેખાતા તસ્કરોના વર્ણન પરથી તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh