Advertisement
Author: નોબત સમાચાર

સમલૈંગિક લગ્નોથી સામાજીક માળખુ ખતમ થશેઃ નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રીનું વધુ એક ચર્ચાસ્પદ બયાન

નવી દિલ્હી તા. ૧૯: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સમલૈંગિક લગ્નો તથા લિવ ઈન રિલેશન અંગે કરેલા નિવેદને દેશવ્યાપી ચર્ચા જગાવી છે.

ભારતમાં લિવ-ઈન રિલેશનશીપના વધતા જતા ચલણ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડરીએ આ સંબંધ અને સમલૈંગિક લગ્નને સમાજના નિયમો વિરૂદ્ધ ગણાવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ લિવ-ઈન રિલેશનશિપ અને સમલૈંગિક ય્નને સમાજના નિયમો વિરૂદ્ધ ગણાવ્યા છે. ગડકરી કહે છે કે આનાથી સોશિયલ સ્ટ્રકચર નષ્ટ થશે.

નીતિન ગડકરીએ કહ્યું, એકવાર હું લંડનમાં બિટશ સંસદની મુલાકાતે ગયો હતો. આ સમય દરમિયાન, મેં બ્રિટિશ વડાપ્રધાન અને વિદેશમંત્રીને તેમના દેશની સૌથી મોટી સમસ્યાઓ વિશે પૂછયું હતું. પછી મને ખબર પડી કે યુરોપીયન દેશોમાં સૌથી મોટી સમસ્યા એ છે કે મહિલાઓ અને પુરૂષો લગ્નમાં રસ ધરાવતા નથી અને લિવ-ઈન રિલેશનશિપ પસંદ કરે છે.

કેન્દ્રીય મંત્રી ગડકરીને પૂછવામાં આવ્યું કે લિવ-ઈન અને હોમોસેકસ્યુઆલિટીની સમાજ પર શું અસર પડશે ? તેના પર નીતિન ગડકરીએ કહ્યું, તમે લગ્ન નહીં કરો તો સંતાન કેવી રીતે થશે ? એ બાળકોનું ભવિષ્ય શું હશે ? જો તમે સોશિયલ સ્ટ્રકચર નષ્ટ કરશો તો લોકો પર તેની શું અસર થશે ?

નીતિન ગડકરીએ કહ્યું, પ્રશ્નએ નથી કે ભારતમાં ઓછા કે વધુ બાળકો પેદા કરવાની જરૂર છે. મુદ્દો એ છે કે બાળકો પેદા કરવા અને તેમને યોગ્ય રીતે ઉછેરવાએ માતાપિતાની ફરજ છે.

સમલૈંગિક લગ્ન પર વાત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આનાથી સોશિયલ સ્ટ્રકચર નષ્ટ થશે. જયારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતમાં છૂટાછેડા પર પ્રતિબંધ હોવા જોઈએ તો તેમણે કહ્યું કે, આવું ન થવું જોઈએ, પરંતુ લિવ-ઈન રિલેશનશીપ સારી નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh