Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પત્નીએ જ જે તે વખતે પોલીસમાં કરી હતી ફરિયાદઃ
જામનગર તા. ૧૯: જામનગરના એક તબીબ સામે થોડા વર્ષ પહેલાં તેમના જ પત્નીએ અપ્રાકૃતિક રીતે સંબંધ બાંધ્યાની અને તબીબ તથા તેના પરિવારે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂક્યાની પોલીસમાં ફરિયાદ નોંેંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા અદાલતે તબીબ તરફથી રોકાયેલા વકીલોની દલીલો ગ્રાહ્ય રાખી તેમનો આ કેસમાં કરવામાં આવેલા આક્ષેપોમાંથી છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના એક જાણીતા તબીબ સામે તેમના જ પત્નીએ થોડા સમય પહેલાં અપ્રાકૃતિક રીતે સંબંધ બાંધ્યાની અને ઘરેલુ હિંસા આચરી ત્રાસ આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે તે વખતે આ ફરિયાદે ભારે ચકચાર જગાવી હતી.
ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવતા આ તબીબ તરફથી રોકાયેલા વકીલ પરેશભાઈ એમ. બુચ તથા તેમની ટીમના એડવોકેટ ફૈઝલ ચરીયા, હીરેન વસાવડાએ કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આ તબીબનો ઉપરોક્ત આક્ષેપોમાંથી છૂટકારો ફરમાવ્યો છે.
જે તે વખતે આ તબીબના પત્નીએ પોતાના લગ્ન પછી પ્રાપ્ત થયેલા બે બાળકો સાથે વર્ષ ૨૦૧૦ના જુન મહિનામાં પતિએ કાઢી મૂક્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી ૩૭૭, ૩૨૩, ૪૯૮ (એ), ૫૦૬ (ર), ૧૧૪ હેઠળ તબીબ તથા તેમના પરિવારજનો સામે ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલવા પર આવ્યો ત્યારે ફરિયાદીની લેવામાં આવેલી ઉલટ તપાસમાં કેટલીક વિગતો પ્રકાશમાં આવી હતી. તે ઉપરાંત તબીબની પણ જુબાની રજૂ કરાઈ હતી. તે પછી આ ફરિયાદ ગંભીર આક્ષેપોવાળી અને મોડેથી કરવામાં આવી હોવાની દલીલ પણ બચાવપક્ષે કરતા અદાલતે તેને ગ્રાહ્ય રાખી તબીબનો છૂટકારો ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial