Advertisement
Author: નોબત સમાચાર

ચીનમાં પરમાણુ બોમ્બની સંખ્યા ૬૦૦થી વધી જતા ભારત તથા અમેરિકા માટે ખતરાની ઘંટડી

પેન્ટાગોનના એન્યુલ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી તા. ૧૯: ચીનના પરમાણુ બોમ્બની સંખ્યા ૬૦૦ ને પાર પહોંચી ગઈ છે, જેથી ભારત અને અમેરિકા માટે મોટો ખતરો વર્તાઈ રહ્યો છે. ચીને એક વર્ષમાં ૧૦૦ પરમાણુ બોમ્બ બનાવ્યા છે. ચીન જે ઝડપે પરમાણુ હથિયારોનો ભંડાર વધારી રહ્યું છે. તેનાથી ભારત અને અમેરિકા માટે ખતરો વધી શકે છે. તે પ્રકારનો પેન્ટાગોનનો ડરામણો અહેવાલ ચર્ચામાં છે.

યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોને પોતાના વાર્ષિક રિપોર્ટમાં ચીનની સેનાની તાકાતને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ચીન જે રીતે પરમાણુ બોમ્બનો ભંડાર વધારી રહ્યું છે તે ભારત અને અમેરિકા માટે મોટો ખતરો છે.

અને ર૦૩૦ ના અંત સુધીમાં ચીન પાસે ૧૦૦૦ થી વધુ પરમાણુ બોમ્બ હશે. આમાંના ઘણાંને સંપૂર્ણ તૈનાતી મોડ પર મૂકવાની યોજના છે. ચીન તેના પરમાણુ હથિયારોમાં ઝડપથી વધારો કરી રહ્યું છે. અગાઉ ગયા વર્ષના અહેવાલમાં આ સંખ્યા પ૦૦ હતી. એટલે કે ચીને એક વર્ષમાં ૧૦૦ પરમાણુ બોમબ બનાવ્યા છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટનો વાર્ષિક અહેવાલ સૂચવે છે કે ચીન તેના પરમાણુ શસ્ત્રોના કાર્યક્રમ માટે પ્લુટોનિયમ બનાવવા માટે તેના ઝડપી બ્રીડર રિએક્ટર અને રિ-સેસિંગ સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે.

ચીન કહે છે કે આ ટેકનોલોજીનો ઉપયોગ શાંતિપૂર્ણ હેતુઓ માટે થઈ શકે છે, પરંતુ વિશ્લેષકોના તારણો મુજબ ચીન અદ્યતન ન્યુક્લિયર ડિલિવરી સિસ્ટમ વિક્સાવી રહ્યું છે, તેને અમેરિકા તરફથી લાંબા ગાળાના પડકારને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યું છે. પીપલ્સ રિપબ્લિક આર્મીની વધતી જતી પરમાણુ દળ તેને અમેરિકન શહેરો, સૈન્ય સુવિધાઓ અને નેતૃત્વની જગ્યાઓને નિશાન બનાવવામાં સક્ષમ બનાવશે. ચીન એવા શસ્ત્રો બનાવવાની યોજના ધરાવે છે જે ખૂબ ઊંચા સ્તરે નુક્સાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. પીપલ્સ લિબરેશન આર્મી એક વિશાળ અને વૈવિધ્યસભર ન્યુક્લિયર ફોર્સના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમાં ઓછી ઉપજ ધરાવતી ચોક્સાઈવાળી સ્ટ્રાઈક મિસાઈલથી લઈને મલ્ટી-મેગાટોન સક્ષમ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમનો સમાવેશ થાય છે. ચાઈના હળવા લક્ષ્યો સામે ઓછી ઉપજ ધરાવતા પરમાણુ શસ્ત્રો ક્ષમતા શોધી રહ્યું છે જે તેના મોટા-ઉપજવાળા શસ્ત્રો આપી શકતા નથી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ર૦૩પ સુધીમાં સેનાના સંપૂર્ણ આધુનિકરણ અને ર૦પ૦ સુધીમાં તેને વિશ્વની સૌથી શક્તિશાળી સેના બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

જો કે, પેન્ટાગોનના અહેવાલો સૂચવે છે કે તેમના પ્રયાસોને ચીની સૈન્ય અને સરકારની અંદર વ્યાપક ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશને કારણે અવરોધ આવી રહ્યો છે. ચીને ર૦ર૩ ના બીજા ભાગમાં ભ્રષ્ટાચારના આરોપો પર ઓછામાં ઓછા એક ઉચ્ચ કક્ષાના સૈન્ય અને સંરક્ષણ ઉદ્યોગના અધિકારીને તેમના પદ પરથી હટાવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh