Advertisement
Author: નોબત સમાચાર

ટીવીની રકમ ગ્રાહકને વ્યાજ સાથે પરત આપવા થયો હુકમ

ગ્રાહકે ફોરમમાં કરી હતી રાવઃ

જામનગર તા. ૧૯: જામનગરના એક આસામીએ ખરીદેલા ટીવીમાં મહિનામાં જ ક્ષતિ સર્જાતા સ્ટોર સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે તે ટીવીની રકમ, વોરંટી માટે ચૂકવાયેલી રકમ વ્યાજ સાથે પરત આપવા અને ખર્ચ, ત્રાસ બદલ પણ રકમ ચૂકવવા સ્ટોરને હુકમ કર્યાે છે.

જામનગરના દિગ્નેશ અશોકભાઈ ૫રમારે ક્રોમા સ્ટોરમાંથી રૂ.૯૪,૮૫૫ની રકમનું ટીવી ખરીદ્યા પછી એક મહિનામાં તે ટીવીમાં નુકસાની થવા લાગતા ગ્રાહકે સ્ટોરને જાણ કરી હતી.

આમ છતાં ટીવીનો ફોલ્ટ યથાવત રહેતા ગ્રાહકે સેવાકીય ખામી બદલ ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે ટીવીની રકમ ઉપરાંત બે વર્ષ માટે આપવામાં આવેલી વોરંટી સામે વસૂલાયેલી રકમ નવ ટકાના વ્યાજ સાથે પરત આપવા અને ત્રાસ તથા ખર્ચ બદલ રૂ.૮ હજાર અલગથી આપવા સ્ટોરને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ યજ્ઞેશ પંડયા, મોનલ ચાવડા, તીર્થ પંડયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh