Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૨ ડિસેમ્બરે વેરા નિરીક્ષકની પસંદગી માટેના
ખંભાળિયા તા. ૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૨૨ ડિસેમ્બરના યોજાનાર રાજય વેરા નિરીક્ષકની પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોપિયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા હતાં.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીત રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ (જા.ક્ર.૨૮/૨૦૨૪-૨૫) ની જગ્યા ઉપર ભરતી માટેની પ્રિલીમિનરી પરીક્ષા તા.૨૨-૧૨-૨૦૨૪ (રવિવાર) ના સવારના ૧૧-૦૦ થી ૧૩ કલાક દરમિયાન યોજાશે. પરીક્ષા દરમ્યાન ચોરીઓના દુષણના કારણે ઉમેદવારોને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે.
આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના તેમજ ચોરી થવાના કારણે ઉમેદવારો ને માનસિક પરિતાપ થવાની સંભાવના છે. પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના વિસ્તારમાં ઝેરોક્ષ/ફોટોકોપી થવા પર તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઈ પરીક્ષાર્થીએ મોબાઈલ ફોન કે અન્ય કોઈ કોમ્યુનિકેશનના ઈલેકટ્રોનિક સાધનો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને મળેલી સત્તાની રૂએ ખંભાળીયા શહેરમાં આવેલ એસ.એન.ડી.ટી. હાઇસ્કૂલ, પોર ગેટ, ખંભાળીયા, સેન્ટ કર્વે સ્કૂલ, રામનગર, રામનાથ મંદિર પાછળ, ખંભાળીયા, અગત્સ્ય ગર્લ્સ સ્કૂલ, પોરબંદર હાઈવે, રામનગર, ભાણવડ પાટીયા નજીક, ખંભાળીયા, પંચમ ડ્રીમ સ્કૂલ, જે.કે.વી. નગર-૩, ખંભાળીયા, આર.એન. વારોતરીયા કન્યા વિદ્યાલય, દ્વારકા હાઈવે, પાયલ હોટલ સામે, હર્ષદપુર--ખંભાળીયા, ડ્રીમ લાઈન હાઈસ્કૂલ, કણઝાર ચોકડી પાછળ, પોરબંદર રોડ, રામનગર-ખંભાળીયા, શારદા હાઇસ્કૂલ, બેઠક રોડ, ખંભાળીયા, દા.સું.ગર્લ્સ હાઇસ્કૂલ, નગરનાકા, ખંભાળીયા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોને તા.૨૨-૧૨-૨૦૨૪ ના સવારના ૧૧-૦૦ થી ૧૩ કલાક સુધી તેઓના કોપીયર મશીનો બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઈ પરીક્ષાર્થી મોબાઈલ ફોન કે અન્ય કોઈ કોમ્યુનિકેશનના ઈલેકટ્રોનિક સાધનો સાથે પ્રવેશ કરી શકશે નહિ.
આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial