Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા-જામનગર રેલવે માર્ગે
જામનગર તા. ૧૯: જામનગર-ખંભાળિયા રેલવે માર્ગે લાખાબાવળ નજીક રેલવે ટ્રેકમાં તિરાડ જોવા મળતા ટ્રેનને રોકી દેવામાં આવી હતી. અને જરૂરી મરામત કામગીરી કર્યા પછી સવા કલાક મોડી ટ્રેન રવાના કરાઈ હતી.
ઓખા-ભાવનગર ટ્રેન ગઈકાલે બપોરે ઓખાથી રવાનાં થઈ હતી. અને જામનગર પહોંચવાની તૈયારીમાં હતી. ત્યાંજ લાખાબાવળ નજીક રેલવે ટ્રક પર ક્રેક જણાતા ટ્રેનને રોકી દેવાઈ હતી. અને રેલવે પાટાની જરૂરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરિણામે આશરે સવા કલાક આ ટ્રેન મોડી રવાના થઈ હતી.
રેલવેના અધિકારીના જણાવ્યા મુજબ શિયાળાની ઠંડીની મૌસમમાં ટ્રેકમાં ક્રેકના બનાવ બનતા જ રહેતા હોય છે. તે કોઈ ચિંતાનો વિષય નથી.
ગઈકાલે પણ લાખાબાવળ નજીક રેલવે ટ્રેકમાં ક્રેક જોવા મળતા ઓખા-ભાવનગર ટ્રેનને રોકી દેવામાં આવી હતી. અને જરૂરી મરામત પછી ધીમેધીમે ટ્રેનને ત્યાંથી જામનગર તરફ જવા માટે પસાર કરાવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial