Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજાર ધડામ... સેન્સેક્સમાં ૧૦૦૦ પોઈન્ટથી વધુનો કડાકોઃ રૂ.૬ લાખ કરોડનું ધોવાણ

અમેરિકામાં ગઈ રાત્રે ફેડરેટ કટનો નિર્ણય લેવાતા

મુંબઈ તા. ૧૯: ગઈ રાત્રે અમેરિકામાં ફેડર રેટ કટનો નિર્ણય લેવાતા વૈશ્વિક બજારો હચલમચી ઊઠ્યા હોવાના ભારતીય શેરબજારમાં પણ સેન્સેક્સ ૧૦૦૦ થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો.

અમેરિકામાં ગઈકાલે રાત્રે ફેડ રેટ કટના નિર્ણય પછી અમેરિકન બજારોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે રાત્રે યુએસ ફેડરલ રિઝર્વ બેંકે ૦.રપ ટકાના દરમાં ઘટાડો જાહેર કર્યો છે, જે સતત ત્રીજો કટ છે. જેના કારણે બજારનો મૂડ બગડ્યો હતો અને તેની અસર વૈશ્વિક બજાર સહિત ભારતીય શેરબજારમાં જોવા મળી હતી. આજે ભારતીય શેરજારની નબળી શરૂઆત થઈ છે. આજે પણ માર્કેટ લાલ નિશાનમાં ખૂલ્યું છે. પ્રારંભે જ સેન્સેક્સ ૧૦૦પ પઈન્ટના ઘટાડા સાથે ૭૯,૧૭પ અંક પર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી ૩૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ર૩,૮૯પ અંક પર ખૂલ્યો હતો, જેમાં પછીથી ઈન્ટ્રાડે ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતાં.

ક્ષેત્રિય સૂચકાંકો લાલ છે. બેંક નિફ્ટી ૧.૩૦ ટકા, ઓટો ૧.૪ર ટકા, ફાઈનાન્શિયલ સર્વિસીસ ૧.૩૭ ટકા, એફએમસીજી ૦.ર૧ ટકા, આઈટી ઈન્ડેક્સ ર.ર૭ ટકા, પીએસયુ બેંક ૧.પ૯ ટકા ઘટ્યા છે. ખાનગી બેંક ૧.ર૩ ટકા, મેટલ ર.૧૮ ટકા ઘટ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા આવતા વર્ષે વ્યાજદરમાં ઘટાડો થવાની અપેક્ષા ઘટાડ્યા પછી વૈશ્વિક બજારો હચમચી ગયા હતાં. એશિયન બજારો ઘટ્યા હતાં, જ્યારે યુએસ શેરબજારો ઘટ્યા હતાં. ત્રણેય મુખ્ય સૂચકાંકોએ મહિનાઓમાં તેમનો સૌથી મોટો દૈનિક ઘટાડો નોંધાવ્યો હતો.

વોલ સ્ટ્રીટ પર રાતોરાત ભારે નુક્સાન પછી ગુરુવારે એશિયન બજારોમાં નીચા વેપાર થયા. જાપાનનો નિક્કી રરપ.૧૪ ટકા અને ટોપિક્સ ૧.ર૭ ટકા ઘટ્યો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી ૧.૮૪ ટકા અને કોસ્ડેડ ઈન્ડેક્સ ં૧.૯ર ટકા ઘટ્યો.

આ અંગે મળતી વિસ્તૃત જાણકારી મુજબ બીએસઈ સેન્સેક્સના ટોચના ૩ શેરોમાંથી બે સિવાયના તમામ શેરોમાં ઘટાડો છે. ઈન્ફોસિસના શેરમાં સૌથી વધુ ૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટીના ૪૭ શેર દબાણ હેઠળ કારોબાર કરી રહ્યા છે. એશિયન પેઈન્ટ્સના શેરમાં ર ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે ઈન્ફોસિસના શેરમાં ૩ ટકાનો ઘટાડો થયો છે. તો ટીસીએસ, એચસીએલ, મહિન્દ્રા, એચડીએફસી બેંકના શેરમાં લગભગ ર ટકાનો ઘટાડો થયો છે. સ્મોલ અને મિડ કેપમાં ત્રિવેણી ટર્બાઈન, ફાઈવ સ્ટાર બિઝનેસ, સોનાટા સોફ્ટવેર, ભારતી હેક્સાકોમ, નાયકા, કોચીન શિપયાર્ડના શેરમાં લગભગ ૩ ટકાનો ઘટાડો થઈ રહ્યો છે, અને રોકાણકારોના રૂ. ૬ લાખ કરોડનું ધોવાણ થયું હોવાના અહેવાલો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh