Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લો બન્યાને ૧૧ વર્ષ વીતી ગયા પછી પણ
ખંભાળિયા તા. ૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યાને અગિયાર વર્ષ થવા છતાં ગ્રાહક સુરક્ષાના નામે હજુ 'મીંડા'ની સ્થિતિ છે. ગ્રાહક સુરક્ષાને લઈને કોઈ માળખુ જ હજુસુધી રચાયુ નથી.
સામાન્ય રીતે પ્રત્યેક જિલ્લામાં ગ્રાહક સુરક્ષા મંડળો કામ કરતા હોય છે. જે ગ્રાહકોને જાગૃત કરવા માટે પ્રયત્નો કરતા હોય છે તથા ગ્રાહક અદાલતો જિલ્લા ફોરમ પણ હોય છે પણ દ્વારકા જિલ્લો નવો બન્યાને ૧૧ વર્ષ થવા છતાં પણ હજુ દ્વારકા જિલ્લામાં ગ્રાહક સુરક્ષાના નામે મોટું મીંડુ જ છે !!
ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા ગ્રાહક સુરક્ષા તથા ગ્રાહક જાગૃતતા તથા અન્ય દિનોની ઉજવણી જિલ્લા કક્ષાએ થતી હોય છે તથા ગ્રાહકોની ફરિયાદો માટે તેમને માર્ગદર્શન માટે જોગવાઈઓ હોય છે, ગ્રાહક સુરક્ષા માટે ફોરમ 'કોર્ટ' પણ હોય છે પરંતુ આવી કોઈ જ કામગીરી વ્યવસ્થા દ્વારકા જિલ્લામાં જિલ્લો બન્યાના ૧૧ વર્ષ પછી પણ નથી !!
ગ્રાહકે છેતરાઈ નહીં તે માટેનું ધ્યાન રાખવું ? કયા નિયમો પ્રમાણે વેપારી સામે પગલા લઈ શકાય, ફરિયાદ ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેમ કરવી? આવી બાબતો અંગે જાણકારીનો અભાવ હોય જિલ્લામાં પુરવઠા તંત્ર દ્વારા આ માટે ખાસ કામગીરી કરવાની હોય તે પણ ના થતાં ગ્રાહક સુરક્ષા તથા જાગૃતિમાં દ્વારકા જિલ્લો જાગૃતતામાં પણ છેવાડાના જિલ્લાની સ્થિતિ થઈ ગઈ હોય લોકો તેમના હકક અને ફરજ અંગે જાગૃત થાય તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial