Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તીવ્ર ઠંડીઃ લઘુતમ તાપમાનમાં ઘટાડો

જામનગર તા. ૧૯: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧.૪ ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧૧ ડીગ્રી નોંધાયું હતું. નગરમાં ગઈકાલે પણ તીવ્ર ઠંડી અનુભવાઈ હતી.

ઉત્તર ભારતમાં હિમવર્ષાનો દોર હાલ ચાલી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશમાં તાપમાન માઈનસમાં નોંધાતા હાડ થીજવતી ઠંડી પડી રહી છે.

ઉત્તરના ઠંડા પવનોના પગલે હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાતમાં તીવ્ર ઠંડી અનુભવાઈ રહી છે. કડકડતી ઠંડીથી લોકો ધ્રુજી ઊઠ્યા છે. હાલારમાં પણ વધારે ઠંડી અનુભવાઈ રહી છે.

જામનગરમાં ગુરુવારે સવારે ૮ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાકના તાપમાનના આંકડા બાજરા સંશોધન કેન્દ્ર તરફથી પ્રાપ્ત થયા હતાં જેમાં ૧.૪ ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧૧ ડીગ્રી નોંધાયું હતું. જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ર૬ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.

ન્યુનતમ તાપમાન માત્ર ૧૧ ડીગ્રી જ રહેતા નગર આખુંય ઠંડુગાર થઈ જતા ગઈકાલે પણ તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. રાતથી લઈને વહેલી સવાર સુધી ગ્રામ્ય વિસ્તારો તથા ધોરીમાર્ગો પર વધારે ઠંડક અનુભવાઈ હતી.

જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક ઘટીને ૬ર ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh