Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેભાન બની ગયેલા નગરના યુવાન પર કાળનો પંજોઃ
જામનગર તા. ૧૯: જામનગરના સરૂ સેક્શન રોડ પર રહેતા એક યુવાન બેભાન બની ગયા પછી મૃત્યુ પામ્યા છે. જયારે ખંભાળિયાના બેહ ગામના એક યુવાને પોતાની બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધા પછી સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે બંને બનાવની તપાસ આદરી છે.
જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા ગુરૂકૃપા નામના બિલ્ડીંગમાં વસવાટ કરતા વિક્રાંતભાઈ હિમતભાઈ મિસ્ત્રી નામના પ્રજાપતિ પ્રૌઢના પુત્ર વિવેકભાઈ (ઉ.વ.૨૬) મંગળવારે સાંજે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણથી બેભાન બની જતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ યુવાનનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું વિક્રાંતભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે. સિટી સી ડિવિઝનના જમાદાર એન.બી. સદાદીયાએ અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બેહ ગામમાં રહેતા લાખાભાઈ મંગાભાઈ સંધીયા (ઉ.વ.૩૪) નામના યુવાને ગઈ તા.૬ના દિને પોતાની બીમારીથી કંટાળી જઈને ઝેરી દવા પી લીધી હતી. સારવારમાં ખસેડવામાં આવેલા લાખાભાઈ નું ગઈકાલે મૃત્યુ થયું છે. મૃતક ના નાનાભાઈ પાલાભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial