Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મલ્લિકાર્જુન ખડગેએ ગૃહમંત્રીનું રાજીનામુ માંગ્યુ છે અને દેશવ્યાપી ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છેઃ ઠેર-ઠેર દેખાવો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે રાજ્યસભામાં બંધારણની ચર્ચા દરમ્યાન આંબેડકરજી વિશે આપેલ નિવેદનથી વિવાદ જાગ્યો છે. આ ખુદે કોંગ્રેસ રીતસર તૂટી પડી હોય તેમ આકરા પ્રહારો કર્યા હતાં. રાષ્ટ્રીય કેટેગરીના અગ્રણી મલ્લીકાર્જુન ખડગેએ અમિત શાહના રાજીનામાની પણ માંગણી કરી હતી. આ બાબતના દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. અને ઠેર-ઠેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જામનગરમાં પણ આજે સવારે લાલબંગલા સર્કલમાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્ું હતું. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટરો રચનાબેન નંદાણીયા, જેનબબેન ખફી, કાસમભાઈ જોખીયા અને આનંદ રાઠોડ ઉપરાંત શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા, આનંદ ગોહિલ યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, દિપુ પારીયા વિગેરે કાર્યકર્તાઓ જોડાયા હતાં. ત્યારે પોલીસે અનેક આગેવાનો કાર્યકરોની અટકાયત કરી હતી. પ્રદર્શનકારીઓ દ્વારા અમિતશાહની તસ્વીરને પગ નીચે કચડવામાં આવી હતી અને જબરો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial