Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૦: જામનગરમાં વૃક્ષોનું ગેરકાયદે છેદન કરવા અંગે ધોરણસર ગુનો નોંધી જરૂરી પગલા લેવા માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે. જામનગરનાં સામાજિક કાર્યકર અરવિંદ બી. ગોહિલએ મહાનગર પાલિકાના કમિશનરને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યુ કે, વોર્ડ નંબર ૧૬માં હર્ષદમીલ ચાલી સામે વિશાલ બેકરી પાસેનાં ૪૦ વર્ષો જુના આંબાનું આંબલીનું/બુચનું વૃક્ષ, સંતુરનું, લીમડાનું, વડલાનું, પારસ પીપળાંનું વૃક્ષ તોડી નાંખવામાં આવ્યા છે.
આ વૃક્ષો નડતરરૂપ નહીં હોવા છતાં ખાનગી માલીક દ્વારા તોડી ખાવામાં આવ્યા છે. અને તે માટે સંબંધિત વિભાગને જાણ કરી નથી કે મંજૂરી પણ મેળવી નથી.
મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાનું વાહન અહીંથી પસાર થાય છે. નગરનાં મેયર પણ આ વિસ્તારમાંથી પસાર થતા હોવા છતાં કોઈને ધ્યાનમાં આવ્યુ નહીં ?
આ અંગે જવાબદારો સામે નિયમ મુજબ પગલા લેવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial