Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નેવીની સ્પીડ બોટ અને પેસેન્જર બોટ દુર્ઘટનામાં
મુંબઈ તા. ૧૯: મુંબઈના દરિયામાં થયેલ બોટ અકસ્માતમાં ડૂબતા લોકોની વ્હારે કોન્સ્ટેબલ આવ્યા હતાં, જેમણે વીરતા બતાવી મોટી ત્રાસદી અટકાવી હતી.
મુંબઈ દરિયામાં ગઈકાલે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નેવીની સ્પીડબોટ પેસેન્જર બોટ સાથે ટકરાઈ ગઈ હતી. આ ટક્કર પછી પેસેન્જર બોટ દરિયામાં પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૧૩ લોકોના મોત થઈ ગયાહતાં.
જો કે, બોટમાં ૧૦૦ થી વધુ લોકો સવાર હતાં. આ દુર્ઘટના વધુ મોટી બની હોત, પરંતુ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ કોન્સ્ટેબલોએ વીરતા બતાવી મોટી ત્રાસદી અટકાવી હતી. કોન્સ્ટેબલ અમોલ મારૂતિ સાવંત, વિકાસ ઘોષ અને અરૂણસિંહ અકસ્માત સ્થળથી માત્ર ૪-પ કિલોમીટર દૂર પેટ્રોલીંગ કરી રહ્યા હતાં અને તેઓ જવાહર દીપ ટાપુ તરફ જઈ રહ્યા હતાં. સીઆઈએસએફ કંટ્રોલ રૂમમાંથી એસઓએસ કોલ મળતા કોન્સ્ટેબલ સાવંતે તરત જ જેની પેટ્રોલીંગ બોટને પાછી વાળી અને પલટી ગયેલી બોટના સ્થાન પર પહોંચી ગયા હતાં.
કોન્સ્ટેબલ સાવંતે જણાવ્યું કે, અમને બપોરે ૩-પપ વાગ્યે કોલ આવ્યો અને અમ ૧૬૦૦ આરપીએમની ઝડપે મુસાફરી કરીને ૪-૦પ વાગ્યે દુર્ઘટના સ્થળ પર પહોંચી ગયા હતાં અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું હતું.
કોન્સ્ટેબલ સાવંતે વધુમાં જણાવ્યું કે, જ્યારે અમે દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે આખી બોટ પલટી ગઈ હતી. બોટમાં ૩ થી ૧૧ વર્ષની વયના ૯-૧૦ બાળકો હતાં. અમે જે પ્રથમ વ્યક્તિને બચાવી હતી તે ત્રણ વર્ષનો બાળક હતો. અમારી પ્રાથમિક્તા તમામ બાળકોને બચાવવાની હતી, અને અમે તેમને બચાવવામાં સફળ રહ્યા, જો કે કમનસીબે એક બાળકનું આ દુર્ઘટનામાં મોત થઈ ગયું છે મને બાળકની સાચી ઉંમરની જાણકારી નથી.
તેમણે આગળ જણાવ્યું કે, લોકો ભયાનક દૃશ્ય જોઈને ચીસો પાડી રહ્યા હતાં. મુસાફરો ગભરાઈ ગયા હતાં અને મદદ માગી રહ્યા હતાં. અમારી પેટ્રોલીંગ બોટમાં ૧પ મુસાફરોની ક્ષમતા હોવા છતાં ટીમે લોકોના જીવ બચાવવા માટે ઈમરજન્સીમાં રપ-૩૦ લોકોને બોટમાં પોતાની સાથે લીધા હતાં. બચાવવામાં આવેલા લોકોને આ વિસ્તારમાંથી પસાર થતી જેએનપીટી બોટમાં તરત જ સ્થાનાંરિત કરી દીધા હતાં.
સાવંતે જણાવ્યું હતું કે, રેસ્ક્યુ કરવામાં આવેલા મોટાભાગના મુસાફરો બેભાન હતાં અને અમે તેમને બીજી બોટમાં સ્થાનાંતરિત કરતા પહેલા સીપીઆર આપ્યું હતું, જે તેમને જેએનપીટીની એક હોસ્પિટલમાં લઈ ગયા હતાં. અમે ૩૦-૩પ મુસાફરોને બચાવ્યા પછી નેવી, કોસ્ટ ગાર્ડ અને મુંબઈ પોલીસની બચાવ ટીમ વધારાની સહાય પૂરી પાડવા માટે પહોંચી ગઈ અને પછી મોટી સંખ્યામાં લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં.
સૂત્રોએ જણાવ્યું કે, સીઆઈએસએફની પેટ્રોલીંગ બોટ સમયસર પહોંચી જવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. સીઆઈએસએફના સત્તાવાર નિવેદન પ્રમાણે અન્ય એજન્સીઓની મદદથી ત્રણ કોન્સ્ટેબલોએ લગભગ ૭ર મુસાફરોને સફળતાપૂર્વક બચાવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial