Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વસતિ આધારિત આંગણવાડી કેન્દ્ર શરૂ કરવા રજુઆત

શહેર કોંગ્રેસ મહામંત્રી દ્વારા

જામનગર તા. ૧૯: રાજયમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ૪૦૦ થી ૮૦૦ની વસ્તી ધરાવતા વિસ્તારમાં નિયમ મુજબ આંગણવાડી કેન્દ્ર હોવુ જોઈએ તે પ્રમાણે જામનગર મહાનગર પાલિકાના વિસ્તારમાં નવી આંગણવાડી શરૂ કરવા અને જે વોર્ડમાં આંગણવાડી કેન્દ્ર ઓછા છે ત્યાં નવી આંગણવાડી નંદઘર બનાવવા માટે જે તે વોર્ડનો સર્વે કરાવી જરૂરિયાત પ્રમાણે નવી આંગણવાડી માટે જગ્યા ફાળવવી વોર્ડ વાઈઝ આંગણવાડીની સુવિધા આપવા માંગણી છે.

હાલ જામનગર મહાનગર પાલિકા આઈડીસીએસ દ્વારા જે પછાત વિસ્તારમાં આંગણવાડીઓ ચાલે છે. તે બંધ કરાવવાનો કારશો સીડીપીઓ દ્વારા કરવામાં આવે છે, અને આવા અધિકારીઓ જે પછાત વર્ગ વિરોધી માનસિકતા ધરાવે છે તેની સામે કડક પગલા લેવા જામનગર શહેર કોંગ્રેસ મહામંત્રી ભરતભાઈ વાળાએ રજૂઆત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh