Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના પ્રશ્ને
ખંભાળિયા તા. ૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટી કિસાન સેલ દ્વારા ખેડૂતોના પ્રશ્ને જિલ્લા તંત્રને રજૂઆત કરવામાં આવી છે.
તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટી કિસાન સેલ દ્વારા દ્વારકા જિલ્લાના ખેડૂતોના ગંભીર પ્રશ્નો અંગે જિલ્લા તંત્રને આવેદનપત્ર આપીને તાકીદે પગલા લેવાની માંગ કરવામાં આવી હતી.
કિસાન સેલના અગ્રણી બલદેવ ગઢવી સહિતની આગેવાનીમાં આપ પાર્ટીના કાર્યકરોએ આવેદનપત્ર આપીને ખેડૂતોને સરકારે નકકી કરેલા નિર્ધારીત ભાવોથી યાર્ડ તથા ખુલ્લી બજારમાં ૩૦૦ રૂપિયા ઓછા મળતા હોય સરકાર એમ.એલ.પી. જાહેર કરે. ડી.એ.પી. તથા યુરીયા ખાતરની ખરીદીમાં નેનો યુરીયા તથા લીકવીડ ફરજીયાત છે તે બંધ કરવા માંગ કરાઈ હતી.
હાલ ખંભાળિયામાં ૧૦ હજાર ઉપરાંતના ખેડૂતોના રજિસ્ટ્રેશન વખતે માંડ ૧૦૦ જેટલા રોજ ખેડૂતોનો જ વારો આવતો હોય કેન્દ્રોની કાર્યક્ષમતા વધારવા પણ માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial