Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેક્ટરની સૂચના છતાં આ પ્રવૃત્તિ કેમ બંધ કરાવી શકાતી નહીં હોય ? રાજકીય દબાણ કે વોટબેંક પોલિટિક્સની અસર ?
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં દર શુક્રવારે ગુજરી બજાર ભરાય છે. અહીં એસ.ટી. ડેપોનું કામ ચલાઉ સ્થળાંતર થવાનું હોઈ, તેને સંલગ્ન બાંધકામ ચાલી રહ્યું હોવા છતાં 'શુક્રવારી'થી ઓળખાતી ગુજરીબજાર ભરાતા ફરીથી ટ્રાફિક જામની સમસ્યા વધુ ઘેરી બની છે. આ સ્થળેથી મામલતદાર તથા મનપાની ટીમે બબ્બે વખત આ ગુજરીબજાર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને બંધ કરાવી હતી, જે આજે ધમધોકાર ચાલી રહી છે. આ કારણે ધારાસભ્ય દિવ્યેશ અકબરીના કાર્યાલયના માર્ગે પણ ચક્કાજામ દૃશ્યો સર્જાયા હતાં. પ્રશ્ન એ ઊઠે છે કે ધારાસભ્ય, એસ.ટી. તંત્ર તથા ટ્રાફિક વ્યવસ્થા પણ તંત્ર માટે માથાના દુઃખાવા સમી આ ગુજરીબજાર અન્યત્ર કેમ નહીં ખસેડાતી હોય? આ સ્થળ સીધું કલેક્ટરની અંડરમાં હોવાથી કલેક્ટરની સૂચનાઓ છતાં આવું કેમ થતું હશે? કોઈ મોટામાથાનું દબાણ છે કે વોટબેંક પોલિટિક્સ ખેલાઈ રહ્યું છે ? આ શુક્રવારીમાં ઘણાં લોકોને રોજીરોટી મળતી હોય તો તેને અનુરૂપ કોઈ એવું સ્થળ નક્કી કરી દેવું જોઈએ, જે ટ્રાફિક કે અન્ય વ્યવસ્થાઓને નડતરરૂપ પણ ન હોય અને ગુજરીબજાર પર આધારિત લોકોનો ધંધો-વ્યવસાય પણ ચાલુ રહે. આ સમસ્યાના નિવારણ માટે શાસકો અને તંત્રો કેમ નબળા પૂરવાર થઈ રહ્યા છે, તે અંગે તરેહ-તરેહની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે કલેક્ટર તંત્ર, મનપાનું તંત્ર, પોલીસતંત્ર અને પક્ષ-વિપક્ષના નેતાઓ સાથે મળીને આ સમસ્યાનો તકીદે ઉકેલ લાવે તે અત્યંત જરૂરી છે, તેમ નથી લાગતું ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial