Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિગ્વિજય ગ્રામમાં કેબિનેટ મંત્રીના હસ્તે ૩૭ લાખના ખર્ચે પીવાના પાણીની સુવિધાનું લોકાર્પણ
જામનગર તા. ૧૦: દિગ્વિજય ગ્રામમાં રૂા. ૩૭ લાખથી વધુના ખર્ચે નિર્મિત પીવાના પાણીના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, 'નલ સે જલ' જેવી યોજના થકી છેવાડાના ગામમાં પણ આજે પાણી મળતું થતા લોકોનો પ્રાણ પ્રશ્ન હલ થયો છે.
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે દિગ્વિજય ગ્રામ સિક્કામાં રૂા. ૩૭ લાખથી વધુના ખર્ચે નિર્મિત થયેલ પીવાના પાણીના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જેમાં રૂા. ર૪,૧૬,ર૦૦ ના ખર્ચે પીવાના પાણીનો અંડરગ્રાઉન્ડ સમ્પ રૂા. ૪ લાખના ખર્ચે પંપ હાઉસ તથા ઓફિસ રૂમ તેમજ રૂા. ૯.પ૦ લાખના ખર્ચે કલર કામ તથા રીનોવેશન કરાયેલ ચાર લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટેન્કનો સમાવેશ થાયે છે.
આ પ્રસંગે રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે દિગ્વિજય ગ્રામ સિક્કા માટે પાણીનો પ્રશ્ન ખૂબ જૂનો અને જટિલ હતો. આ વિસ્તારમાં ભૂતકાળમાં ટેન્કરોથી પાણી મળતું અને મહિલાઓએ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે બેડાં સરઘસ કાઢવા પડતા ત્યારે આ પ્રશ્નનો સરકારે કાયમી ધોરણે નિકાલ કર્યો છે અને પીવાના પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની છે. સમગ્ર ગુજરાતમાં એક સમયે પાણીની અછત હતી, દરિયા કાંઠાના વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર હતી ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદાના નિર ગામે ગામ પહોંચાડી ૫ીવાના પાણીની સમસ્યા હલ કરી છે. સૌની અને નલ સે જલ જેવી યોજનાઓ થકી છેવાડાના ગામમાં પણ આજે પાણી મળતું થયું છે અને લોકોનો પ્રાણ પ્રશ્ન હલ થયો છે.
આ પ્રસંગે દિગ્વિજય સિમેન્ટ કંપનીના સી.ઈ.ઓ અને મેનેજીંગ ડાયરેક્ટર ક્રિષ્નકુમાર, હાપા માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, આગેવાન સર્વ કુમારપાલસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, કાનજીભાઈ પરમાર, ડો. ગિરીશ મહેતા, નાયબ કાર્યપાલક ઈજનેર ડી.જી. રાજયગુરૂ, સરપંચ જગદીશભાઈ ચૌહાણ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial