Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરવાળા પાસે બે બાઈક ટકરાતા દંપતી ઘવાયું:
જામનગર તા.૧૦ : લાલપુરના મેમાણા ગામના પાટીયા પાસે ગઈકાલે પુરપાટ ઝડપે નીકળેલી એક ઈકો મોટરે આગળ ચાલ્યા જતા પરપ્રાંતીય વૃદ્ધાને ઠોકર મારી દીધી હતી. ઘવાયેલા વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે દ્વારકાથી ઓખા વચ્ચે વરવાળા ગામ નજીક બે બાઈક ટકરાઈ પડતા દંપતીને ઈજા થઈ છે.
લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં ભરતભાઈ ગાગીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના કિલા જોબાટ ગામના વતની લાલુભાઈ ઈડીયાભાઈ કટારીયા નામના આદિવાસી શ્રમિક ગઈકાલે બપોરે પોતાના સાસુ દીતાબેન ભગડાભાઈ હટીલાને વતનમાં જવું હોવાથી તેમને મુકવા જતા હતા.
આ વ્યક્તિઓ જ્યારે બપોરે એકાદ વાગ્યે મેમાણા ગામના પાટીયા પાસે હતા. ત્યારે જીજે-૨૩-સીઈ ૧૯૯૮ નંબરની ઈકો મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તેના ચાલકે પાછળથી સાસુ, જમાઈને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં દીતાબેનનું મૃત્યુ નિપજ્યું છે. લાલુભાઈ કટારીયાએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ઈકોના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. એએસઆઈ વી.વી. બકુત્રાએ પીએસઆઈ એસ.પી. ગોહિલના માર્ગદર્શન હેઠળ ગુન્હો નોંધી ઈકો ચાલકની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગાંધવી ગામના વતની અને હાલમાં રૂપેણ બંદર પર વસવાટ કરતા શબ્બીરભાઈ જુસબભાઈ પટેલીયા બુધવારે સાંજે વરવાળાથી કરીયાણું લઈને પોતાના પત્ની રહેમતબેન સાથે જીજે-રપ-એબી ૫૯૯૬ નંબરના મોટરસાયકલમાં પરત જતા હતા.
તેઓ જ્યારે ઓખા ધોરીમાર્ગ પર પાસ્તા પેટ્રોલપંપ પાસે પહોંચ્યા ત્યારે સામેથી આવતા બાઈકના ચાલક જયંતિભાઈ ઘેલાભાઈ ચાનપાએ અકસ્માત સર્જયો હતો. શબ્બીરભાઈને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે અને તેમના પત્નીને માથામાં ઈજા થઈ છે. પોલીસે જયંતિભાઈ સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial