Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ.પૂ. સંત શ્રી નાથાબાપાના આશીર્વાદથી
જામનગર તા. ૧૦: પ.પૂ. સંત શ્રી નાથાબાપા ભગતના આશીર્વાદથી તેમની મનોકામના પૂર્ણ કરવા ૧૩ માસના ત્રણ અનુષ્ઠાન પૂર્ણ કરવાના સંકલ્પ સાથે મોરબી-ટંકારામાં અનુષ્ઠાન પૂર્ણ કર્યા પછી ધ્રોળમાં શ્રી રામ ધામ આશ્રમમાં તા. ૧૧-૧-ર૦રપ થી અખંડ રામધૂનનો પ.પૂ. સંતશ્રી ભરતદાસ બાપુના હસ્તે પ્રારંભ થનાર છે.
૧૩ માસ સુધી શ્રી રામનામ જાપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૦૦ થી વધુ ગામના અને ધ્રોળ શહેરમાંથી વારા મુજબ શ્રી રામધૂન મંડળ/ગોપી મંડળ લાભ લેશે. તા. ૧૧ ના શ્રી હનુમાનજી રૂદ્રી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૧ જાન્યુઆરીથી ૧૩ માસ સુધી અખંડ રામધૂનનો ૧૦૦૮ દિપ પ્રાગટ્ય કરી મહાઆરતી સાથે પ્રારંભ થશે.
શ્રી હનુમાનજી રૂદ્રી મહાયજ્ઞના યજમાન ફુલાબેન રમેશભાઈ રાણીપા (રાજકોટ), હર્ષાબેન ઓધવજીભાઈ કાસુન્દ્રા (ધ્રોળ), ગોદાવરીબેન હરગોવિંદભાઈ ઝાલરિયા, નર્મદાબેન ગોપાલભાઈ ડઢાણિયા, જસુબેન વાસુભાઈ ગોપાણી, ભગવતિબેન ગોધાણી, સીમ્પલબેન ગોધાણી, રસીલાબેન ગોધાણી, વનિતાબેન દેત્રોજા રહેશે. જેમાં શાસ્ત્રી ભાવેશભાઈ ભટ્ટ દ્વારા યજ્ઞ કરાવવામાં આવશે.
મોરબી પછી ટંકારામાં ચાલતા બીજા અનુષ્ઠાનની પૂર્ણાહુતિ તા. ૧૩ ના થશે. આ નિમિત્તે રામદેવપીર મહાયજ્ઞ કરાશે. રાત્રે રામદેવપીરનું વ્યાખ્યાન કરવા પીઠડાઈ ગૌ સેવા રામાપીર મંડળ પીઠડ ગામથી આવશે. તા. ૧૯-૧-ર૦રપ ના વહેલી સવારે શ્રી રામની ચરણ પાદૂકા, શ્રી રામ દરબારની પ્રતિમા પ.પૂ. સંત શ્રી નાથાબાપા પ્રતિમા સાથેની શોભાયાત્રા ધ્રોળ માટે રવાના થશે. ટંકારા ધૂન સ્થળેથી આ શોભાયાત્રા પ્રસ્થાન થશે. જે ધ્રુવનગર, લજાઈ, વિરપર, સનાળા, મોરબી બાયપાસ હાઈ-વેનાની વાવડી પાસેથી ધ્રાફા, આમરણ, દુધઈ, તારાણા, મોરાણા, હજામ ચોરા, કેશિયા, લખતર, માધાપર રાત્રિ રોકાણ કરીને ધ્રોળ પહોંચશે. આ શોભાયાત્રાનું ગામે ગામ સ્વાગત કરાશે.
સંત શ્રી નાથાબાપાની જન્મભૂમિ માધાપર ગામમાં તા. ૧૦-૧-ર૦રપ ના બપોરે ૩-૩૦ થી રાત્રિના ૪-૩૦ સુધી અખંડ શ્રી રામનામ જાપ થશે. તા. ૧૧ ના સવારે ૬ વાગ્ય શોભાયાત્રા ધ્રોળ તરફ રવાના થશે.
ધ્રોળની અખંડ રામધૂન દરમિયાન ચા-પાણી બપોરે-સાંજે મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમજ ભક્તો માટે ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
ધ્રોળ અખંડ રામધૂનનું આયોજન દેપાળિયાના વાસુભાઈ ગોપાણી, રાજકોટના રમેશભાઈ રાણીપાની પ્રેરણાથી થયું છે. જેનો લાભ લેવા શ્રદ્ધાળુઓને જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial