Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સીલના વકીલની દલીલો ગ્રાહ્ય રહી
જામનગર તા. ૧૦: જામનગરની સેસન્સ કોર્ટે એલએડીસી દ્વારા ફાળવાયેલા વકીલની દલીલો ગ્રાહ્ય રાખીને એક ૧૬ વર્ષ જુના કેસમાં આરોપીનો શંકાનો લાભ આપીને છૂટકારો ફરમાવ્યો છે.
આ કેસની વિગત એવી છે કે જામનગરના ખંભાળિયા ગેઈટ બહાર રહેતી એક મહિલાએ પોતાની સગીર વયની દીકરીને હિતેષ ઉર્ફે ડાડો ઉર્ફે લારા ખુશાલચંદ શાહ લગ્ન કરવાના ઈરાદે લલચાવી, ફોસલાવીને ભગાડી ગયો હતો. અને ગુજરાત, રાજસ્થાનના વિવિધ સ્થળે ઈચ્છા વિરૂદ્ધ શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. તા. ૨૭મી ફેબ્રુઆરી-૨૦૦૮ની આ ફરિયાદ પછી આરોપી ઝડપાઈ ગયો હતો.
તે પછી આરોપી સામે પોલીસે આઈપીસીની કલમ ૩૭૬, ૩૬૩, ૩૬૬ મુજબનો ગુન્હો સિટી એ ડિવિઝનમાં નોંધી તપાસ હાથ ધરી હતી, અને જામનગરના ચીફ જયુડિશ્યલ મેજીસ્ટ્રેટની અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું. તે પછી તે કેસ સેસન્સ કમિટ થયો હતો. આરોપી વારંવાર સમન્સ અને વોરંટ કાઢયા પછી પણ મળી નહીં આવતા સીઆરપીસી કલમ-૨૯૯ તથા કલમ-૩૧૭ (ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ- ૩૫૫, ૩૩૫ અને ૩૫૬) મુજબ પુરાવો નોંધી અદાલત દ્વારા આરોપીના બચાવ માટે એલ.એ.ડી.સી.ના વકીલની નિમણૂક થઈ હતી. અને પકડ વોરંટ પછી આરોપીને અદાલતમાં રજૂ કરાયા પછી તેને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલાયો હતો.
આ કેસમાં તે પછી ફરિયાદ પક્ષ તરફથી કોઈ વિશેષ પુરાવા રજૂ થયા નહોતા અને સીઆરપીસીની કલમ-૩૧૩(૧) અન્વયે એલએડીસીના વકીલ દ્વારા આરોપીનું વિશેષ નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં આરોપીએ તમામ આરોપો નકાર્યા હતાં.
અદાલતમાં ફરિયાદ પક્ષ અને આરોપી પક્ષની દલીલો, જુબાનીની ઉલટ તપાસ અને પુરાવાની તપાસણી પછી જામનગરના એડીશ્નલ સેશન્સ જજ વિજય પ્રેમચંદ અગ્રવાલે આરોપી હિતેશ ઉર્ફે ડાડો ઉર્ફે લારા ખુશાલચંદ શાહને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આમ, એલએડીસીના વકીલ મનીષભાઈ સોમૈયાએ ધારદાર દલીલો કરીને આરોપીને નિર્દોષ છોડાવ્યા હતા. આ વર્ષો જુના કેસની વિશેષતા એ રહી હતી કે આરોપી માટે સરકારી ખર્ચે એલએડીસીમાંથી નિમાયેલા વકીલે આરોપીને નિર્દોષ છોડાવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial