Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યોગેશ્વરનગરમાં વાહન રાખવાના પ્રશ્ને બબાલઃ
જામનગર તા.૧૦ : જામનગરના યોગેશ્વરનગરમાં એક મકાનમાં ગઈરાત્રે ઘર પાસે વાહન રાખવાના પ્રશ્ને લાકડી, કાચની બોટલ, પથ્થર સાથે ધસી આવેલા એક દંપતી તથા તેના બે પુત્રએ ધમાલ મચાવી એક મકાનમાં તોડફોડ કરી હતી. જ્યારે જમવાનું પીરસવાની બાબતે પુત્રએ પાઈપથી ફટકા મારી ફ્રેકચર કરી નાખ્યું હતું.
જામનગરના ગુલાબનગર સામે આવેલા યોગેશ્વરનગરની શેરી નંંં.૩માં રહેતા રૂપલબેન દીપકભાઈ ફીચડીયા નામના મહિલા ગઈકાલે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં જ રહેતા અજય બાવાજી, હિતેશ અજય બાવાજી, વિવેક અજય બાવાજી અને અલ્પાબેન અજય બાવાજી ધસી આવ્યા હતા.
આ વ્યક્તિઓએ તમારૂ વાહન અમારા ઘર પાસે કેમ રાખો છો તેમ કહી બોલાચાલી કરી હતી. રૂપલબેને તે વાહન પોતાનું નહીં બીજાનું હોવાની વાત કરી હતી. તેમ છતાં આ વ્યક્તિઓ લાકડી, પથ્થર તથા કાચની બોટલથી હુમલો કરી ઘરમાં તેના ઘા કર્યા હતા. જેમાં ઘરવખરી અને રૂપલબેનના પુત્રનો મોબાઈલ તૂટી ગયો હતો. આ વ્યક્તિઓએ ઘરના દરવાજામાં ધોકા ફટકારી ગાળો ભાંડી ધમાલ મચાવી હતી. રૂપિયા પીસ્તાલીસેક હજારનું નુકસાન કરવા અંગે રૂપલબેને અજય તથા અલ્પાબેન તથા તેના બે પુત્ર સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ નજીક આવેલા ખેતી વાડી ફાર્મ પાસે ઈન્દિરા કોલોની શેરી નં.૧માં રહેતા જેરામદાસ શામળદાસ પરમાર નામના વૃદ્ધ બુધવારે રાત્રે પોતાના ઘરે આવ્યા હતા ત્યારે તેઓએ પોતાના પત્નીને જમવાનું આપવાનું કહ્યું હતું અને પત્નીએ આપ્યું ન હતું તેથી જેરામદાસ ગુસ્સે ભરાયા હતા. આ વેળાએ ઘરમાં હાજર પુત્ર મનસુખે ઉશ્કેરાઈને પાઈપથી હુમલો કરી પિતાને પગમાં ઘા ફટકારતા આ વૃદ્ધનો પગ ભાંગી ગયો છે. સિટી સી ડિવિઝનમાં પિતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial