Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા
જામનગર તા. ૧૦: મોરકંડા પાટીયાથી પતારીયા, સુવરડા રસ્તાને વાઈડનીંગ કરીને પહોળો કરવા અંગે જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના જામનગર જિલ્લા પ્રમુખ વસરામભાઈ એન. રાઠોડએ આ આવેદનમાં રજૂઆત કરતા જણાવેલ છે કે, આ રસ્તો હાલ ૩.૭૫ મીટરની પહોળાઈનો રસ્તો છે. આ માર્ગે અનેક બ્લેક સ્ટોન કવોરી તથા સ્ટોન ક્રશરો આવેલ છે. આ માર્ગો ઉપર ૨૪ કલાક હેવી ટ્રાફિક રહે છે. પરિણામે ટ્રકો અને ખેડૂતોના ટ્રેકટરો સામ સામે નિકળતા મુશ્કેલી ઉભી થાય છે. અને કલાકો સુધી વાહનો ફસાયેલા રહે છે.
બ્લેક સ્ટોન કવોરીઓ તથા સ્ટોન ક્રશર સંચાલક પાસેથી ખનીજ રોયલ્ટીની વર્ષમાં ૧૦ થી ૧૨ કરોડ રૂપિયાની આવક થાય છે.
જો આ રકમ આ વિસ્તારના કામ માટે વાપરવામાં આવે અને આ રસ્તો ૫,૩૦ થી ૭ મીટર પહોળો કરવામાં આવે તો ટ્રાફિકને સરળતા રહેશે. ઉપરાંત આ રસ્તો બિસ્માર અને જર્જરિત છે.
સુવરડા, પતારીયા, ખીમલીયા, ઠેબા વગેરે ગામના અવર-જવર કરતા ગ્રામજનોને મુશ્કેલીમાંથી રાહત મળે તે માટે આ માર્ગ પહોળો કરવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial