Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટરમાં ધસી આવી ઝીંકી દીધા ફડાકાઃ
જામનગર તા.૧૦ : દ્વારકા શહેરમાં ચાલતા કામના એક સ્થળે અવારનવાર ધસી જઈ પૈસાની માગણી કરતા ચાર શખ્સે ત્યાં કામ કરતા એક કર્મચારીને ફડાકા ઝીંકી તેઓનું રોકડ રકમવાળું પાકીટ ઝૂંટવી લીધાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
દ્વારકા શહેરમાં આવેલી ફર્ન હોટલ પાસે એક આસામી દ્વારા થોડા મહિનાઓથી બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં નાગેશ્વર રોડ પર રહેતા જયકિશન કમલેશભાઈ વિઠ્ઠલાણી નામના કર્મચારી કામ કરે છે.
તેઓની પાસે છેલ્લા આઠેક મહિનાથી દ્વારકા તાલુકાના બરડીયા ગામના વરપાભાઈ ધીરાભાઈ નાંગેશ, રામ ધીરાભાઈ નાંંગેશ, અશોક વરપાભાઈ તથા વિનોદ વરપાભાઈ નામના વ્યક્તિ આવતા રહેતા હતા. આ શખ્સો અવારનવાર કામ ચાલુ રાખવા માટે પૈસા માંગતા હતા. તેઓને પૈસા માટે નિર્મલ સામાણી સાથે વાત કરવા જયકિશનભાઈએ કહ્યું હતું.
તે દરમિયાન બુધવારે સાંજે ક્રેટા મોટરમાં ધોકા સાથે ધસી આવેલા આ શખ્સોએ ફડાકા ઝીંકી જયકિશનભાઈને ધમકી આપવા ઉપરાંત તેમના રૂા.૧૦૫૦૦ રોકડાવાળા પાકીટની લૂંટ કરી લીધી હતી. જેની દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial