Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાની સુપ્રિમ કોર્ટે સજા ટાળવાની અપીલ નકારી દેતા
વોશિંગ્ટન તા. ૧૦: અમેરિકાના રાષ્ટ્રપતિ પદે શપથગ્રહણ પહેલા જ ટ્રમ્પની ધરપકડની સંભાવનાઓના અહેવાલોએ સનસનાટી મચાવી છે. સુપ્રિમ કોર્ટે સજા ટાળવાની અપીલ નકાર્યા પછી આ પ્રકારની વાતો વહેતી થઈ છે.
અમેરિકાના ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પના હશ મની કેસમાં સુપ્રિમ કોર્ટે સજા ટાળવાની અપીલને નકારી દીધી છે, જેનાથી ટ્રમ્પની કાયદાકીય મુશ્કેલીઓમાં વધારો થયો છે. ટ્રમ્પ પોર્ન સ્ટાર સ્ટોમી ડેનિયલ્સને ૧.૩ લાખ ડોલર આપવાના મામલે ગુનેગાર સાબિતી થયા છે. સુપ્રિમ કોર્ટની બેન્ચે ટ્રમ્પની અપીલને નકારતા ન્યાયાધીશ જુઆન એમ. મર્ચેનને શુક્રવારે સજા સંભળાવવાની મંજુરી આપી દીધી છે. તેથી ટ્રમ્પની રાષ્ટ્રપતિપદે શપથ વિધિ થતા પહેલા જ ધરપકડ થ તેવી સંભાવના જણાવાઈ રહી છે.
હશ મની કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે તેઓએ ર૦૦૬ માં સ્ટોર્મી ડેનિયલ્સ સાથે પોતાના સંબંધ સંતાડવા માટે તેઓએ હશ મની આપવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પે આ આરોપોને નકારી દીધા છે. ન્યૂ યોર્કની કોર્ટે જોયું કે, ટ્રમ્પની સામે બિઝનેસ રેકોર્ડમાં હેરાફેરીના રેકોર્ડમાં ૩૪ કેસમાં તે ગુનેગાર છે, જે પોતાના ખાનગી મામલે જોડાયેલા છે ન કે રાષ્ટ્ર પ્રમુખના સત્તાવાર કામો સાથે.
હશ મની મામલે સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ ઝુઆન એમ. મર્ચેને પહેલા જ જણાવી દીધું હતું કે, ટ્રમ્પને સાજ સંભળાવવામાં આવશે, પરંતુ તે તેની ચૂકવણી નહીં કરે. ન તો તેમના પર દંડ લાદવામાં આવશે, જો કે આ દરમિયાન ટ્રમ્પના વકીલોએ આ સજાને રાજકારણથી પ્રેરિત જણાવીને ખોટી કરાર કરી દેવાઈ છે. તેણે કહ્યું કે, આ મામલાના કારણે રાષ્ટ્ર પ્રમુખ બનવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવામાં આવી શકે છે. ટ્રમ્પના વકીલ ડી. જોન સોયરે કોર્ટમાં દલીલ કરી કે, ટ્રમ્પની અપીલ પર સુનાવણી સુધી સજા ટાળી દેવી જોઈએ, જેથી રાષ્ટ્ર પ્રમુખ બનવાની પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી ન થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial