Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એરસ્ટ્રાઈક થકી આગ લાગતા સેંકડો ઘરો ખાખ
રંગુન તા. ૧૦: મ્યાનમારની સેનાએ દેશના જ ગામ પર હવાઈ હુમલો કરતાઃ ૪૦ લોકોના મૃત્યુ થયા હતા. હવાઈ હુમલાને કારણે લાગેલી આગમાં સેંકડો ઘરો બળીને રાખ થઈ ગયા હતા.
મ્યાનમારમાં સેના દ્વારા પશ્ચિમ વિસ્તારમાં સેના દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. સશષા લઘુમતી વંશીય જૂથ દ્વારા નિયંત્રિત એક ગામ પર સેનાના હવાઈ હુમલામાં ૪૦ લોકોના મૃત્યુ થયાના અહેવાલો છે. આ ઘટનામાં લગભગ ૨૦ લોકો ઘાયલ થયા છે.
અધિકારીઓએ દાવો કર્યો હતો કે હવાઈ હુમલાને કારણે લાગેલી આગમાં સેંકડો ઘરો બળીને રાખ થઈ ગયા હતા. મળતી વિગતો અનુસાર આ હુમલો બુધવારે રામરી ટાપુ પર કયોક ની માવ ગામમાં થયો હતો, જે રખાઇન રાજયમાં વંશીય લઘુમતી અરાકાન આર્મી દ્વારા નિયંત્રિત વિસ્તાર છે.
જોકે સેનાએ આ વિસ્તારમાં કોઈ હુમલાની પુષ્ટિ કરી નથી. આ વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન સેવા લગભગ ખોરવાઈ ગઈ હોવાથી ગામની પરિસ્થિતિની પુષ્ટિ થઈ શકી નથી.
ઉલ્લેખનિય છે કે, ફેબ્રુઆરી ૨૦૨૧માં આંગ સાન સુ ચીની ચૂંટાયેલી સરકારના બળવા પછી મ્યાનમાર હિંસાનો સામનો કરી રહૃાું છે. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનોને કચડી નાખવા માટે સેના દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યા પછી લશ્કરી શાસનના ઘણા વિરોધીઓએ શષાો ઉપાડ્યા હતા. જેના લીધે દેશના મોટાભાગના ભાગોમાં સૈન્ય અને વિરોધીઓ વચ્ચે અથડામણો ચાલુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial