Advertisement
Author: નોબત સમાચાર

ઓનલાઈન ગેમીંગના દુષણને ડામવા રાજય સરકારને નકકર પોલિસી ઘડવા રજૂઆત

'આપ'ના ધારાસભ્ય દ્વારા

જામનગર તા. ૧૦: ઓનલાઈન ગેમિંગ એ આજના સમયમાં મોબાઈલના સૌથી મોટા દુષણ છે અને તેમાં પણ ઓનલાઈન ગેમિંગના લીધે અનેક યુવાનો મોતના ખપ્પરમાં હોમાયા છે. જેના અનેક સત્તાવારા કિસ્સાઓ સામે હોવા છતાં સરકાર આ દૂષણને નિયંત્રણ લેવા કોઈ નકકર પોલિસી ઘડતી નથી. ઉલ્ટાનું સરકાર તો સુફિયાણી વાતો કરીને ઓનલાઈન ગેમ એ જુગાર નથી પરંતુ નોલેજ અને સ્કીલ ઉપર આધારિત હોવાનું જણાવી રહી છે ત્યારે જામજોધપુર લાલપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ વધુ એક વખત ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ લાદવામાં આવે તેવી માંગણી કરી છે.

ઓનલાઈન ગેમ એ એક પ્રકારનુ વ્યસન છે જે જગજાહેર હોવા છતાં સરકારનું સ્પષ્ટપણે માનવું એમ છે કે, આ જુગાર નથી. ગુજરાત સરકારે આ પ્રકારનુ સોગંદનામુ રાજયની હાઈકોર્ટ સમક્ષ દાખલ કરયું છે. જામજોધપુર, લાલપુર સહિત જામનગર જિલ્લામાં અંદાજે ૧ વર્ષના સમયગાળામાં લગભગ ૨૫થી વધુ યુવાનો આ દુષણમાં સપડાયા છે. બહુ દ ુ:ખ સાથે કહેવું પડે છે કે આવી ગેમનો શિકાર બનેલ અનેક યુવાનોએ તો અકાળે મોત વ્હાલું પણ કરી લીધું છે. છતાં સરકાર જાગતી નથી.

આ કોઈ નોલેજ ગેમ નથી. આ પ્રકારની ગેમોમા સામે કોમ્પ્યુટર મારફતે જ જવાબ આપવામાં આવે છે. મોટાભાગની ગેમ નોલેજ અને ક્રિયેટિવિટી વધારવાના નામે લોકો સુધી પહોંચે છે પછી તે પૈસાની લાલચમાં નાખી લોકોને આર્થિક ખાડામાં ધકેલી દે છે. ભૂતકાળમાં આ મુદ્દે અનેક પરિવારના માળા વિખાઈ ચૂકયા છે જેથી પ્રતિબંધ લાદવાની માંગ સાથે અગાઉ પણ વિધાનસભામાં બિલ લાવવામાં આવ્યું હતું. જો કે એનકેન પ્રકારે સત્તાવાર સમર્થન મળ્યું નથી. હજુ પણ સરકાર જાગશે નહિ તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. માત્ર યુવાઓ જ નહિ સગીરો પણ આ ગેમના અજગરી ભરડામાં આવી ચૂકયા છે. સરકારે ગેમના ટેકસ મારફતે મળતા નાણાથી અંજાઈ જવાને બદલે આ દુષણ સામે કડક નીતિ બનાવવી જોઈએ.

સૌથી વધુ ગેમ રમતા માર્કેટમાં ભારત વિશ્વમાં પાંચમા નંબરે આવે છે. ભારતમાં અંદાજે ૯૦૦ જેટલી ગેમિંગ કંપનીઓ છે. જો તામિલનાડુ સરકારે આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખીને ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ ફરમાવી શકે છે તો ગુજરાત સરકાર કેમ નહિ ? તેવો સવાલ અંતમાં હેમંતભાઈ ખવાએ ઉઠાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh