Advertisement
Author: નોબત સમાચાર

પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ મેળામાં કરોડો ભાવિકો ઉમટશેઃ અધધ કરોડનું ભવ્ય આયોજન

પોષી પૂનમ ૧૩-જાન્યુઆરીથી મહાશિવરાત્રિ, ર૬-ફેબ્રુઆરી સુધી શાહી સ્નાન, મકરસંક્રાંતિ, વસંતપંચમી, મૌની અમાવસ્યા, માધપૂર્ણિમાની ભવ્ય ઉજવણી થશે

ચાલુ પોષ માસની પૂર્ણિમા તા. ૧૩-૧-ર૦રપ થી ઉત્તરપ્રદેશના પ્રયાગમાં શરૂ થતા મહાકુંભ મેળા માટે તંત્ર દ્વારા અદ્ભૂત તૈયારીઓ થઈ છે. તા. ૧૩-જાન્યુઆરી પોષિ પૂનમથી શરૂ થઈને ર૬-ફેબ્રુઆરી મહાશિવરાત્રિ સુધી ૪પ દિવસ ચાલનારા આ મહાકુંભ મેળામાં બે લાખ ટેન્ટ, ૧ર કિ.મી. લાંબો સ્પેશ્યલ ઘાટ, ૧પ હજાર શૌચાલય, ૧૦ હજાર સફાઈ કર્મી, ૭૦ હજાર એલઈડી, સોલાર લાઈટ, ૧૨૫૦ કિ.મી. લાંબી પાણીની લાઈન, સાત હજાર બસ, એક હજાર સ્પેશ્યલ ટ્રેઈન, ૩૮૦૦૦ સુરક્ષાકર્મી, બે હજાર સર્વેલન્સ કેમેરા, પાંચ લાખ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા સાથે ૯૮ એવન પાવર્સ ફેસ સિસ્ટમ સાથે વ્યવસ્થા ગોઠવાઈ છે.

પૌરાણિક કથા અનુસાર સમૂદ્ર મંથનમાંથી અમૃત કળશ નીકળેલો, જેના કેટલાક ટીપાં પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક તથા ઉજ્જૈનમાં પડ્યા હતાં. જેના સંદર્ભમાં ઉજ્જૈન, પ્રયાગરાજ, હરિદ્વાર તથા નાસિકમાં દર ત્રણ વર્ષે કુંભ મેળો, હરિદ્વારા તથા પ્રયાગરાજમાં છ વર્ષમાં એકવાર અર્ધ કુંભ, તથા ૧ર વર્ષે પ્રયાગરાજમાં એક વખત મહાકુંભ યોજાય છે. ર૦૧૩ માં પણ પ્રયાગમાં મહાકુંભ મેળો યોજાયો હતો. એકાદ હજાર કરોડના ખર્ચે મહાકુંભની વ્યવસ્થા ગોઠવાઈ છે. પણ બે લાખ કરોડ જેટલી આવક આ મેળામાં આવનાર ચાલીસથી ૫ચાસ કરોડ ભાવિકોથી વિવિધ સ્ત્રોતો દ્વારા થશે.

શાહી સ્નાન

મહાકુંભ મેળામાં શાહી સ્નાનનું ખૂબ જ મહત્ત્વ છે. જેને યોગી આદિત્યાનાથે સંસ્કૃતિ સ્નાન નવું નામ આપેલું છે. ૧૩-૧-ર૦રપ ના પોષ પૂર્ણિમા ૧૪-૧-ર૦રપ ના મકરસંક્રાંતિ, ર૯-૧-ર૦રપ ના મૌની અમાવસ્યા, ૩-ર-ર૦રપ ના વસંતપંચમી, ૧ર-ફેબ્રુઆરી-રપ ના માધ પૂર્ણિમા, ર૬-ર-રપ ના મહા શિવરાત્રિના શાહી સ્નાન યોજાનાર છે. જેમાં કરોડો ભાવિકો ઉમટે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh