Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદમાં સેલ્યુટ ઈન્ડિયા એવોર્ડનું આયોજન

ગ્લોબલ ગુજરાતી ફેડરેશન એટલે કે વૈશ્વિક ગુજરાતી સંગઠનના ઉપક્રમે આગામી ૧૧મી જાન્યુઆરી, ૨૦૨૫, શનિવારે સવારે ૧૦ કલાકે એએમએમાં સેલ્યૂટ ઇન્ડિયા એવોર્ડ એનાયત સમારંભ યોજાશે. આ સમારંભમાં દરિયાપાર તથા ભારતની કેટલીક વ્યક્તિવિશેષનું સેલ્યૂટ ઈન્ડિયા એવોર્ડ આપીને અભિવાદન કરાશે. સંસ્થાના સ્થાપક પ્રમુખ રમેશ તન્નાએ જણાવ્યું છે કે આ સમારંભમાં પૂજ્ય ભાગવત ઋષિ શાસ્ત્રીજી, (સોલા ભાગવત વિદ્યાપીઠ), ઋષિકેશ પટેલ (આરોગ્ય મંત્રી, ગુજરાત રાજ્ય), શ્રીમતી પ્રતિભા જૈન, (મેયર, અમદાવાદ) પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્યસચિવ રમેશ મેરજા (આઈએએસ) તથા માનવતાવાદી તબીબ ડો. સ્મિતા જોશી ઉપસ્થિત રહેશે.

આ સમારંભમાં ડો. મીતા પીર (પેન્સેવેલિયા-અમેરિકા), હેમાબહેન શેઠ- ભગિની સમાજ- દાહોદ, રેખાબહેન ગાંધી- ઈન્દોર, અશોક ભટ્ટ (લોસ એન્જેલસ), તેજસ પટવા (એટલાન્ટા), ડો. વાસુદેવ પટેલ (એટલાન્ટા), ડો.પ્રતિભા આઠવલે, (ગુજરાત), પ્રકાશ પટેલ-પીવી (હૃાુસ્ટન- અમેરિકા), ભાવિક શાહ (જાપાન), રાજેન્દ્ર પરમાર (જાપાન), દેવેનભાઈ પટેલ (અમેરિકા), તથા શ્રી કેના શાહ (જાપાન, યુવા પ્રતિભા)ને એવોર્ડ એનાયત કરાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh